Pages

Thursday, 15 December 2011

હૃદય પર ભાર લાગે છે

નર્યું પાણી જ મારા દર્દનો ઉપચાર લાગે છે,

રડી લઉં છું, મને જ્યારે હૃદય પર ભાર લાગે છે
.
દિવસ તો જિંદગીના આંખ મીચીને કપાયા પણ,

ઉઘાડી આંખથી રાતો કપાતાં વાર લાગે છે.

મને બેસી જવા કહે છે, ઊઠે છે દર્દ જ્યાં દિલમાં,

હૃદયમાં દર્દ-રૂપે દર્દનો દેનાર લાગે છે.

હૃદયની આશને ઓ તોડનારા ! આટલું સાંભળ,

કમળ આ માનસરમાં ફક્ત એક જ વાર લાગે છે.

રુદનની ભીખ માગે છે પ્રસંગો જિંદગાનીના,

કરું છું દાન તેને જે મને હકદાર લાગે છે
.
સનાતન રૂપ મારી કલ્પનામાં પણ નહીં આવ્યું,

જીવન કવિતા ! મને તું બુદ્ધિનો વ્યાપાર લાગે છે.

‘ગની’ વીતેલ જીવનનાં સ્મરણ તાજાં થયાં આજે,

ફરી ખખડાવતું કોઈ હૃદયનાં દ્વાર લાગે છે.

- ‘ગની’ દહીંવાલા

‘જલન’,

તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી,
સારું થયું કે કોઈ મનુજે લખી નથી.

કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય,
નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી.

શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?
કુરઆનમાં તો ક્યાંય પયમ્બરની સહી નથી.

ડૂબાડી દઈ શકું છું ગળાબૂડ સ્મિતને,
મારી કને તો અશ્રુઓની કંઈ કમી નથી.

મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે ‘જલન’,
જીવનની ઠેસની હજુ કળ વળી નથી.

- જલન માતરી

જિંદગી તો તારા પર નિર્ભર છે... '' પ્રીત ''

તારા ગુલાબી ગાલ પર તલ પ્રભુનો અક્ષર છે..

.. મારા દરેક સવાલનો એમાં છુપાયેલ ઉત્તર છે..

નીકળે તું મહોલ્લામાં રૂમઝુમતી જ્યારે જ્યારે..

.. દરેક યુવા હૈયાનો ઉજવણીનો એ અવસર છે..

તું નશીલી નજર કરી સહેજ હસીને જતી રહે..

.. ને એક વાર જોયા બાદ તને વિસરવું દુષ્કર છે..

મારા બેમિસાલ પ્રેમના બદલામાં મળ્યા આંસુ..

.. સનમ હિસાબ તારો શું આવી રીતે સરભર છે?..

તારે તો કંઈ નહિં, મારી સાથે શી લેવાદેવા..

.. પણ નિકુંજ ની જિંદગી તો તારા પર નિર્ભર છે... '' પ્રીત ''

Friday, 2 December 2011

યાદ આવે છે

સપના મા કરી હતી તે વાતો યાદ આવે છે
ખુદા ને કરેલી મારી ફરિયાદો યાદ આવે છે

ફફ્ત તારા સંગ જીવન મેહેક્તુ હતુ મારુ
સાથે તારા વીતાવેલા પળો યાદ આવે છે

સૂરજ ના કિરણ અજવાસ લાવે જીવન મા
ચાંદની તળે કરેલી એ વાતો યાદ આવે છે

કોને કહુ હવે મારા જીવન ની વેદના હવે
જાણ્યે-અજાણ્યે કરેલા મારા ગુનાહો યાદ આવે છે

ઓળખી ન સક્યો તારા પ્રેમ ને
અશ્રુ ભીની મને એ તારી આંખો યાદ આવે છે

- ધવલ

એમ ના બોલો તમે ગમતા નથી

એમ ના બોલો તમે ગમતા નથી,
માત્ર તમને ચાહું એ ક્ષમતા નથી.

જિંદગીમાં આટલું હાર્યા પછી,
જીતવા માટે કદી રમતા નથી.

ભીડમાં એકાંત વહાલું લાગતું,
બસ હવે તો કોઈની મમતા નથી.

એક ઝંઝાવાતમાં તૂટી ગયા,
લાગણીના ઘર હવે બનતા નથી.

આંસુમાં પણ એટલી તાકાત છે,
હા, ભલે એને નદી ગણતા નથી.

જ્યારથી માણસને ઓળખતા થયા,
પથ્થરોના દેવને નમતા નથી.

- દિવ્યા મોદી

સંબંધ છે

થોડોય પરિચય નથી છતાં સંબંધ છે,
લાગે છે હ્રુદયની આ લાગણીઓ અંધ છે.

કોઈ ખીલેલું ફૂલ ખરે ભર વસંતમાં,
વીતેલ સૌ પ્રસંગ નીખરવા પ્રબંધ છે.

છવાઈ ગઈ છે પાનખર ચમનમાં તે છતાં,
અહીં પાન પાનમાં વસંતની સુગંધ છે.

ભવરણમાં એતલે જ ભટકતો રહ્યો સદા,
જોયું’તું મેં પ્રભુને ઘેર દ્વાર બંધ છે.

જેના હતા અમે એ અમારા ન થઈ શક્યા,
મિસ્કીન જિંદગીમાં રઝળતા સંબંધ છે.

= હિરેન જોશી

Tuesday, 29 November 2011

અનંત સુંધી જવાની ઇચ્છા હતી,- "હ.વા."

મને એક જીંદગી તારી સાથે જીવવાની ઇચ્છા હતી,
તારી લાગણી સાથે રમત કરવાની ઇચ્છા નો’તી
બહું દર્દ આ દુનીયામાંથી મળ્યા છે,
મે એને બહું સીફ઼્ફ઼ત થી સ્વીકાર્યા છે.

અંત ના હોય જેનો એ અનંત સુંધી જવાની ઇચ્છા હતી,
મારી કાંઇ આ જવાની માં જ જવાની ઇચ્છા નો’તી..
શું કરું આ કુદરતના જોને કેવા ખેલ છે,
મને દર્દ દેવામાં હંમેશા એની પહેલ છે.

મને કાંઇ એમજ બોલ્યા કરવાની બીમારી નો’તી,
એ મારી જીદ નહિ પણ તારી મને ઘણી ફ઼િકર હતી.
આમાં તો સૌની સમજણ સમજણ માં ફ઼ેર છે,
બાકી એમ તો જીવન સદા આપણું એક છે

જ્યારે સમયને સમજવાની સમજણ તારામાં નો’તી
એમ તો તારે મારાજ બની રહેવામાં મજા હતી.
પણ જ્યારે વિચારો જરા મોકુફ઼ છે,
ત્યારે સમયને પણ થોડી ઉતાવળ છે.

તારે શોધવા મારી યાદ ભટકવાની કાંઇ જરુર નો’તી
મારી એ નીર્દોશ યાદ આસપાસની "હ.વા." માં હતી
હવે કદાચ ભુલાઇ ગયું છે કે હંસવાનું કેમ છે,
અને એની યાદમાં રડવાનું કેમ છે...!!!

- "હ.વા." (હાર્દિક વાટલીયા)

પ્યારનો પારો – વેણીભાઇ પુરોહિત

જીવનના મુસાફર શોધે છે રસ્તામાં ઉતારો શા માટે?
મુજ પ્યારની રંગત ઝંખે છે એનો અણસારો શા માટે?

આ આંખ ભટકતાં થાકી ગઇ, આ પ્રેમને પોરો ખાવો છે,
કોઇ દિલની સરાઇ છોડીને ગલીઓમાં ગુજારો શા માટે?

છે ચાહતની બલિહારી અજબ, હું એક જ ઉત્તર શોધું છું,
કે આંખોથી સત્કાર કરો ને મુખથી નકારો શા માટે?

હું ઠપકો દઉં છું રોજ, હ્રદયને રોજ દિલાસો આપું છું,
કે તું ય પકડવા દોડે છે એ પ્યારનો પારો શા માટે?

સપનાંનું રેશમ જાય બળી, ને આશાની મૂરઝાય કળી,
કોઇ લીલાછમ ખેતરને ખોળે ગમનો અંગારો શા માટે?

જ્યાં જોગ નથી, જ્યાં ભોગ નથી, સુખદુ:ખના જ્યાં સંજોગ નથી,
જ્યાં પ્યાર કર્યાનું પાપ નથી, એવો જન્મારો શા માટે?

હું મોતનું જીવન જીવું છું, બિસ્મિલની બોલી બોલું છું,
ને શબ જેવા આ દિલમાં યા રબ! આ ધબકારો, શા માટે?

- વેણીભાઇ પુરોહિત

Friday, 25 November 2011

કરે છે કેમ સૌ એ પ્રેમ...

ઝાંઝવાના જળ ને પીવડાવે એ પ્રેમ...

.. કલ્પ્નાઓ મા હકીકત બતાવે એ પ્રેમ...

રાતોની ઉંગ ઉડાડી ઉજાગરો કરાવે એ પ્રેમ...

.. વિના કારણે જાગતાને દીવાસ્વપ્નો દેખાડે એ પ્રેમ...

હસાવે-રડાવે એ પ્રેમ...

.. "હું" ને તારામા જ ખોવાયેલો રાખે એ પ્રેમ...

વણ માગે બધુજ આપી દે એ પ્રેમ...

.. કોણ જાણે તોય કરે છે કેમ સૌ એ પ્રેમ...

સૌ કહે છે મને આતો છે મારો વહેમ...

.. બસ એક મારી જાનું જ જાણે, આતો છે નિમિત્ત નો પ્રેમ... ''PREET''

પ્રેમને નામે રમે છે


હરઘડી પ્રેમનો એકરાર કરે છે લોકો..
.. સાથ જીવનભર ક્યાં આપે છે લોકો..

કહે છે તુજ વગર નથી જીવવુ હવે..
.. સમય આવ્યે જીવ ક્યાં આપે છે લોકો..

મંદીર મસ્જીદ જઇ ટેકવે છે માથા..
.. મનથી ત્યાં પણ ધ્યાન ક્યાં આપે છે લોકો..

પ્રેમને નામે રમે છે રમતો સરેઆમ..
.. ખરી સમજણ પ્રેમની ક્યાં આપે છે લોકો... ''PREET''
-Nikunj Sony