Pages

Tuesday, 11 December 2012

જઈ ઊભો



આજ ફરી ઝાલર ટાણે મંદિરે જઈ ઊભો,
મળશે પ્રસાદ એ આશે હાથ ફેલાવી ઊભો.
આવે છે સહુ લાગણીઓની નદીઓ લઈને,
દુનિયાના દર્દોથી હું વિષસાગર બની ઊભો.
મારી વેદનાઓની એકલતા જાણનાર કોણ,
આજ એની યાદ સાથે આંખોમાં આંસુ આવે,
ને દુનિયા કાજે હું સુખદાયી બની ઊભો.
ભિખારી છું તો બસ એની એક દોસ્તી કાજે,
બાકી દુનિયા કાજે તો હું સિકંદર થઈ ઊભો.
એ આવે તો દુનિયાના તો રંગ બદલાવી દઉં.
બાકી એના વગર તો હું અંધકાર થઈ ઊભો.
હજુય પણ જીવી રહ્યો એની જ આશમાં ‘‘રાણા’’
ને એ તરફનો રસ્તો હવે સ્મશાન જઈ ઊભો.
- દિલીપ ખાચર (ખાંભડા-બરવાળા)

હથિયાર



હાથમાં તલવાર છે,
લાગણી હથિયાર છે.
વાયરાના વેગથી
તૂટતી પતવાર છે.
દુઃખ સુખમાં ડોલતી
જંિદગી મઝધાર છે.
આશા ફળની રાખ ના
ગીતાનો આ સાર છે.
ચૈન દિલનુ ંયુગોથી
સાત દરિયા પાર છે.
‘‘સખી’’ દર્શિતા બાબુભાઈ શાહ (અમદાવાદ)

Saturday, 1 December 2012

તું


તાનપૂરો હું રણઝણે છે તું, છું સમંદર હું ઊછળે છે તું.
મોર-ઢેલ સમી આપણી જોડી, ચાંદ નભનો હું ઝળહળે છે તું.
દંગ થાતી આ જોઈને જ્વાળા, છું અગન પર હું ઊકળે છે તું.
આપણી વચ્ચે ક્યાં રહ્યું અંતર? વ્યંગ બાણે હું ને ઢળે છે તું.
દૂર મારાથી ના જતી એક દિન,
સ્વપ્નના બાગે નિત મળે છે તું.
હર દિશા તારી આપતી ફોરમ,
જે ગલી જાઉં નીકળે છે તું. દ્રશ્ય શોધો તો ના મળે આવું,
ઘાસ લીલું હું ઝાકળે છે તું.
જગદીશ સાઘુ ‘પ્રજ્ઞેય’
(સુરત)

પ્રેમની કસોટી


ફૂલ સંગ કાજે ભ્રમર બન્યો છું
ચંપાના ફૂલે શીદ અળગો રહું છું?
સુવાસ શોધવા તલસી રહ્યો છું.
પ્રીયા તને પામવા ભમતો ફરૂ છું.
ક્યારેક મળશે એમ મનને મનાવું છું,
ખોવાયેલા, ક્યાં ખોવાયેલા રહે છે!
સફર જીંદગીની વસમી બની છે,
એકલતા, ટાળવા તલસી રહ્યો છું.
વચનોની લ્હાણીમાં તો ભરમાઈ ગયો,
ને, હોઠે આવેલો પ્યાલો, છોડી ચૂક્યો છું.
છોડીશ ભલે, તૂ મને જીંદગીની આગમાં,
આગને ફેરવીશ, બાગમાં તૂજ સાથમાં,
યાદ, રાખ, માનિની, છે, પ્રેમની કસોટી,
સમજીશ તો વાગશે આપણી સિસોટી.
સી.જી.રાણા
(ગોધરાવાળા)

સ્વાર્થ કાજે


દર્દ મારી ભીતરે છે,
આંખ મારી નીતરે છે,
હો સ્વજન તો શું થયું?
સ્વાર્થ કાજે વેતરે છે.
છે રસમની વાત આતો,
ભાવથી ક્યાં નોતરે છે?
મેં લખેલાં શબ્દ સઘળાં,
જળ પર કેવાં તરે છે?
પ્રેમ કાજે પ્રાણ આપે,
એજ ચીલો ચાતરે છે.
શૈલેષજી બામણિયા ‘શ્યામ’
વીરપુર (ખેડા)