Pages

Tuesday, 18 June 2013

એમને કહેજો

અરે એમને કહેજો કે તમારા સફરમાં
કોઈ હમસફર બનીને જીવે છે કોક
અરે એમને કહેજો કે તમારા દુઃખને
પોતાનું દુઃખ સમજીને જીવે છે કોક
અરે એમને કહેજો કે જરા પાછળ વળીને જુવે
તમારા વગર કોઈ જીવન જીવે છે કોક
અરે એમને કહેજો કે તમારા જીવનમાં કોઈ ભલે ન હોય
પણ અમારા જીવનમાં એમની યાદમાં જીવે છે કોક
એમને કહેજો કે તમે ભાવ ઉપર ભલે 'ભાવશીલ'  ન હોય
પણ અમે એમના માટે 'ભાવશીલ' છીએ.
અરે એમને કહેજો કે તમારા માનને
એ પોતાનું સન્માન માનીને જીવી રહ્યા છે કોક
અરે એમને કહેજો કે તમારા નયનની નેહને
એ પોતાના નયન માનીને જીવે છે કોક
વાળા ભાવેશકુમાર સી. 'ભાવશીલ'
(
મુ-સખવદર-જી. ભાવનગર)

મનોવેદના

આજ આ મંગળ-અમંગળ લાગ્યું
નહોતું તમારું આગમન,
કેમ નથી આવ્યા?
ચિંતન કરતો રહ્યો મનોમન
તમારી અનુપસ્થિતિમાં આ
તરુઓ પણ રીસાઈ ગયા
પથ પરના તમારા
ચરણરજ પણ ભૂંસાઈ ગયા
શોધતો રહ્યો હું
તમારો માસુમિયત ભર્યો ચહેરો
હટાવી દીધો મુએ
નયનો પરનો પહેરો
એકલવાટે ઊભો રહ્યો
ક્યારે આવશો તમે?
મનોવેદના વધતી ગઈ
કોને કહીએ અમે?
સેનમા ધીરૃ. એચ. 'ઉદાસ' (વિસનગર)

'હૈયાનું દર્દ'

દુનિયા કહે તો કહેવા દેજે
દર્દ આ હૈયાનું સહેવા દેજે
આંસુ આ હૈયાનું વહેવા દેજે
દુનિયા કહે તો...
જમાને રંગ બદલાતો જાય છે!
આપણાં કોઈ પરાયા થાય છે!
ત્યારે દર્દ હૈયાને જે થાય છે,
તે દર્દ આંસુ બની વહેવા દેજે...
દુનિયા કહે તો...
આકાશે રંગ બદલાતો જાય છે!
સિતારો કોઈ વિખૂટો થાય છે!
ત્યારે દર્દ આકાશે જે થાય છે,
તે દર્દ વર્ષા બની વહેવા દેજે...
દુનિયા કહે તો...
કિરીટ મિસ્ત્રી (મીરા રોડ)

''અમારી કમનસીબી''

અમારી સાથે કેમ આવું થાય છે
વહેતી નદી મૃગજળ થઈ જાય છે
આશ રાખીએ છીએ અમે ઘનઘોર વાદળ પર જ્યારે
દરેક વાદળ ત્યારે નિર્જળ થઈ જાય છે
પ્રવેશીએ છીએ અમે વસંત બહારમાં જ્યારે
પાનખર જેવું એ સ્થળ થઈ જાય છે
દબાવી રાખીએ છીએ અમે આ નિરાશાને દિલમાં
તો ચહેરા પર ઉદાસીના શળ થઈ જાય છે
હસી પડાય છે અમારા ભાગ્ય પર અમારાથી
આંખ અમારી ત્યારે સજળ થઈ જાય છે
દુર રાખવા માગીએ છીએ અમારી ગઝલને નિરાશાથી
તોય, કરુણ 'શબ્દ'માં ભળી જાય છે
વિશ્વાસ કરી બેઠા છીએ અમે જે ખુદા પર
એજ આ કપટ-છળ જાણે કરી જાય છે.
સોલંકી રાકેશ બી. 'શબ્દ' (નવા-વાડજ)