Pages

Sunday, 16 September 2012

તમન્ના


દિલમાં હતી, એક જ તમન્ના!
કે’ કોઈ પ્રિયપાત્ર મળી જાય.
કંઈક આશા જાગી અંતરમાં,
તકદીર હાથતાળી આપી જાય.
કસુર મારો કે તમારો નહતો,
છતાંય દિલ દુઃખી થઈ જાય.
હવે અફસોસ પણ શાનો!
ખુદ કુદરત જ રૂઠી જાય.
દેસાઈ પ્રિતેશ આર.
(સુરત)

No comments:

Post a Comment