Pages

Wednesday, 29 May 2013

બેવફાઈ

ન સમજી શકાય એવી
એક વાત બની ગઈ
બંધ મુઠ્ઠી ખોલી હાથની
તો જાણે રેત સરી ગઈ
તડપે છે દિલ અમારું
પલપલ એમની યાદમાં
કે એમની આ બેવફાઈ
મારા સ્વપ્ના ચુરચુર કરી ગઈ
કહિ નથી શકતા અમે
તુજને કેટલો પ્રેમ કરું છું
કદાચ! સંબંધ નિભાવવામાં
અમારી જ કાંઈ ભુલ થઈ ગઈ
નિરાશાનાં વાદળા છવાયા ચોતરફ
જિંદગી હવે અમાસની રાત બની ગઈ
ન સમજી શકાય એવી
એક વાત બની ગઈ!!!
કૃપા વોરા  (પીલાતાણા)

No comments:

Post a Comment