Pages

Showing posts with label કેતન. Show all posts
Showing posts with label કેતન. Show all posts

Saturday, 22 September 2012

શોઘું છું



જીવનમાં કોઈ સાથે વીતાવેલ એ પળની યાદ
હું શોઘું છું...
હમેશાં વફાદારીની રાહ પર ચાલે એ દોસ્ત હું શોઘું છું...
ઉભો છું, મધદરીયે મરજીવો બની કિનારો હું શોઘું છું...
બાગમાં ખીલતાં ફુલો ની જેમ
ખીલતો રહે એ ચહેરો હું શોઘું છું...
આ દુનિયાં માં ચહેરાં તો ઘણાં મળ્યા પણ આ
દિલને સમજી શકે એ વિશ્વાસ શોઘુ છું...
કોઈનાં જીવનની દુઃખની એ મજબૂરી હું શોઘું છું...
શું હતી મારી એ ભુલ જેનાં લીધે મારું નસીબ છીનવાયું...
એ ભુલ હું શોઘું છું...
દુનિયાની ભીડમાં આમ તો છું. એકલો પણ જીંદગી ભર
સાથ આપે એ હાથ શોઘું છું...
આ ‘‘કેતન’’નાં દિલ ને જીંદગીભર ધબકતું રાખે એ શ્વાસ
હું શોઘું છું...
કેતન મુછડીયા ‘‘કેમુ’’ (જામનગર)

Monday, 20 August 2012

જો સમજાય તો


જીવનમાં ઉતારવાં જેવું ઘણું બઘું છે
આ દુનિયાંમાં પણ જો સમજાય તો
કોઈ કોઈની જંિદગી કોઈ વગર અઘુરી છે આજે
પણ જો સમજાય તો...
આ જંિદગીમાં આજે ક્યાં કોઈનું છે
પણ કોનાં માટે છે. આ જંિદગી સમજાય તો...
જીવનમાં આવ્યાં તો કંઈક કરવાં માટે પણ
શું થઈ જાય છે. કોઈ માટે જો સમજાય તો...
આ ત્રણ અક્ષરમાં ઘણા સુખ-દુઃખ આવે
છે પણ કોનાં માટે આવે છે. જો સમજાય તો
બીજાની ખુશી માટે થઈને આ ‘જન્નત’ પોતાની
જંિદગીનાં રસ્તા, બદલી નાખ્યા પણ જો સમજાય તો...
આમ તો ‘કેતન’ની જંિદગી વીતે છે. કોઈની યાદ પાછળ પણ જો સમજાય તો...
કેતન, મુછડીયા ‘જન્નત’(જામનગર)