Pages

Showing posts with label ડૉ. ગઝાલા ડી. ચૌહાણ. Show all posts
Showing posts with label ડૉ. ગઝાલા ડી. ચૌહાણ. Show all posts

Tuesday, 11 December 2012

ઉધાર



લૂંટાઈ ગયું સર્વસ્વ તોયે,
ગજબનો આ ખુમાર છે,
ચોરાઈ ગયું હૈયું ને જામ્યો
ઈશ્કનો બુખાર છે
આંખોથી પેચ ક્યાં લડાવ્યા,
મેં તારી આંખો સાથે,
છતાં કહે લોકો આંખો માં,
તારો જ શૃંગાર છે.
કોઈ એક નાવડી તરવા,
શોધ તી વરસાદ ને,
ક્યાં ખબર એને કે વરસ્યો,
એ દિલના નકશામાં ધોધમાર છે.
ગમતા ભાવે ઊંઘ માં,
ગમતા સપનાને ખરીદ્‌યા અને,
માણી મુલાકાત મીઠી જે,
હકીકતમાં ‘ઉધાર’ છે.
- ડૉ. ગઝાલા ડી. ચૌહાણ
(મહેસાણા)

Tuesday, 16 October 2012

એકાકાર



તરબતર કરી દેતા વરસાદની મજા છે,
કણે-કણમાં માટીની ભીનાશની મજા છે.
રૃપરંગની વાર્તામાં પણ હવે ફીકાશ લાગે છે,
આહલાદક આ વાતાવરણના મીઠાશની મજા છે
કૈદી બની બસ જોયા કરે આંખો તો આકાશમાં આગમનમાં
કરાતા એના ઇંતેજારની પણ મજા છે.
વરસે છે ચોમાસુ બુંદે બુંદમાં ભરપૂર,
ને ભીંજાતા કોરા હૃદયના ધબકારની મજા છે.
ચાલ હવે માણી લઈએ દોસ્ત આ કુદરતના સૌંદર્યને
કે ધરા અને ગગનના આ તો 'એકાકાર'ની મજા છે.
ડો. ગઝાલા ડી. ચૌહાણ (મહેસાણા)

Tuesday, 9 October 2012

નસીબના ખેલ



આંખોેની કેફીયતથી નીતરતા જામ
પી લીધા,
અકબંધ રાખી યાદોેને અમે દાયકા
જીવી લીધા,
છળકપટ કરતું એ હાસ્ય માદક પણ હતું ખરેખર,
છુપાવી એમાં દર્દોને દુઃખના ટાંકા સીવી લીધા
વાયરા તો વસંતના છુપાઈ ગયા. ગુમનામ બની,
ખર્યા બે-ચાર પાંદડા ને અમે તોફાન માની લીધા
સ્નેહના સંિચનથી
રોપાયો છોડ પ્રેમનો,
ને અજાણતા જ અમે આંસુના સ્વાદ માણી લીધા
ખંખેરી જ્યારે રેત ને મેં હાથની મુઠ્ઠીમાંથી,
રહી ગયેલા અવશેષ ને નસીબના ખેલ ગણી લીધા.
- ડૉ. ગઝાલા ડી. ચૌહાણ (મહેસાણા)

Wednesday, 1 August 2012

તલાશ

હમણા તને જોયાનો અહેસાસ છે
યાદોનું આવરણ કંઈક આસપાસ છે
ખોબામાં છે નાની-અમથી જગ્યા તોયે
તસવીર તારી જોવા મને મોકળાશ છે
નથી કોઈ નિસ્બત લાગણીઓને શરીરના મિલન સાથે
પ્રેમમાં તો જોવાતી બસ નિસ્વાર્થ હૂંફ ખાસ છે
તૂટતા દર્પણની મેં બે બાજુઓે જોઈ હતી
એક તરફ પ્રતિબંિબ તો બીજી તરફ શૂન્યાવકાશ છે
વાદળ તો ઘેરાઈને જોયા કરે છે રોજરોજ
થાય કોરા હૃદયમાં હવે ચોમાસું સરેરાશ છે
મુલાકાત થાય છે ઘણી નજરોથી આ નજરની
તોયે દિલને બસ એક તારી નજરની ‘તલાશ’ છે.
ડૉ. ગઝાલા ડી. ચૌહાણ (મહેસાણા)