Pages

Showing posts with label ડૉ.પ્રણવ ઠાકર- ‘પાગલ’. Show all posts
Showing posts with label ડૉ.પ્રણવ ઠાકર- ‘પાગલ’. Show all posts

Saturday, 10 November 2012

વરસાદ વિના



વાદળો જતા રહ્યા વરસાદ વિના,
સરોવર સાવ સૂનું વરસાદ વિના,
પલળું કેમ હું ધોધમાર વરસાદમાં?
ઇચ્છા અઘૂરી, તડપું, વરસાદ વિના
મહેક મૂરઝાઈ ગઈ વરસાદ વિના,
ટહુકા તરડાઈ ગયા વરસાદ વિના,
વેર્યા તો હતા સ્વપ્ન બીજા જમીનમાં,
પણ, ધરતી સૂકાઈ ગઈ વરસાદ વિના
આંખો તરસી ગઈ વરસાદ વિના,
ક્યાંક ખૂણે વરસી ગઈ વરસાદ વિના,
હોઠ તરસતા રહ્યા ખુશીના જામ માટે,
પણ, ઉદાસી છલકાઈ ગઈ વરસાદ વિના
સ્વ-રૂપ તો બદલાવવું પડે ને વરસાદ વિના,
સમજણ સહજ ફૂટી નવી વરસાદ વિના,
પ્રેમીપાગલસમજાવે શી રીતે સૌને?
વરસી રહ્યું છે શું! સતત ભીતર વરસાદ વિના
ડો. પ્રણવ ઠાકર (વઢવાણ)

Tuesday, 16 October 2012

સાચું કહું તો....



સાચું કહું તો તારી આંખ બહુ ગમે છે,
શબ્દ વગરની વાત બહુ ગમે છે,
તાકીને તાકીને એકદમ જોઈ રહે ત્યારે,
વધેલી ધડકનનો અવાજ બહુ ગમે છે
સાચું કહું તો...
લહેરાતી લટ સાથે ઉડવું બહું ગમે છે,
અંગોનો અનંગી વળાંક બહુ ગમે છે,
ચહેરેથી ટપકતા ટપકતા મેઘબિંદુને,
હાથમાં હળવેથી ઝીલવું બહુ ગમે છે
સાચુ કહું તો...
ટહુકતી કોયલ જેવો સાદ બહુ ગમે છે,
કુદરતી ફુલોનો શૃંગાર બહુ ગમે છે,
વરસાદી માહોલમાં વીજળીના ચમકારે,
તારા સૌંદર્યનો દીદાર બહુ ગમે છે
સાચુ કહું તો...
રીસાવું પણ ગમે છે, મનાવવું પણ ગમે છે,
વિરહમાં તારા બળવું પણ ગમે છે,
નથી પરિપૂર્ણ કોઈ દુનિયામાં 'પાગલ'
તારી સાથેનો અનંત પ્રવાસ બહુ ગમે છે.
સાચું કહું તો...
ડો. પ્રણવ ઠાકર
(વઢવાણ)

Friday, 5 October 2012

એવું નથી કે તને જોવા નથી ઇચ્છતી,


એવું નથી કે તને જોવા નથી ઇચ્છતી,
કોઈપણ ભોગે તને ખોવા નથી ઇચ્છતી.
આંખોથી કરું હું વાતચીત વ્હાલની,
હોઠ સહેજ પણ ખોલવા નથી ઇચ્છતી.
અપમાન તારું લાગે મને મારું,
સ્વમાન સહેજ પણ ખોવા નથી ઇચ્છતી.
ભૂલો ને મારી વ્હાલા, વ્હાલથી સ્વીકારી
ગલતી સામે તારી કબૂલ કરવા નથી ઇચ્છતી.
તારે ન મારે શું? કોઈને કહેવા નથી ઇચ્છતી,
સેંથો બીજા કોઈનો પૂરવા નથી ઇચ્છતી.
શ્વ્વાસે-શ્વ્વાસે લઈ રહી તારું જ નામ,
ભક્તિ બીજા કોઈની કરવા નથી ઇચ્છતી.
‘પાગલ’ છોડી દઈશ દુનિયા ખુશીથી તારી સાથે,
પલભર પણ પ્રિતમ વર રહેવા નથી ઇચ્છતી.
ડો. પ્રણવ ઠાકર- પાગલ (વઢવાણ)

Thursday, 4 October 2012

નથી ઇચ્છતી



એવું નથી કે તને જોવા નથી ઇચ્છતી,
કોઈપણ ભોગે તને ખોવા નથી ઇચ્છતી.
આંખોથી કરું હું વાતચીત વ્હાલની,
હોઠ સહેજ પણ ખોલવા નથી ઇચ્છતી.
અપમાન તારું લાગે મને મારું,
સ્વમાન સહેજ પણ ખોવા નથી ઇચ્છતી.
ભૂલો ને મારી વ્હાલા, વ્હાલથી સ્વીકારી
ગલતી સામે તારી કબૂલ કરવા નથી ઇચ્છતી.
તારે મારે શું? કોઈને કહેવા નથી ઇચ્છતી,
સેંથો બીજા કોઈનો પૂરવા નથી ઇચ્છતી.
શ્વ્વાસે-શ્વ્વાસે લઈ રહી તારું નામ,
ભક્તિ બીજા કોઈની કરવા નથી ઇચ્છતી.
પાગલછોડી દઈશ દુનિયા ખુશીથી તારી સાથે,
પલભર પણ પ્રિતમ વર રહેવા નથી ઇચ્છતી.
ડો. પ્રણવ ઠાકર- પાગલ (વઢવાણ)

Tuesday, 21 August 2012

છોડી દીધી

તમને મળવાની ચાહત
છોડી દીધી,
કાયમ બળવાની આદત
છોડી દીધી.
અમને પણ મળશે
આશ્રય એકદી’ એવી,
પાયા વિનાની,
ઈમારત એ છોડી દીધી.
બોલ મારા બધા
અથડાય બહેરા કાનેથી,
તમને સમજાવવાની કોશીશ છોડી દીધી.
સાગર છું સ્વભાવની ખારાશ દૂર કેમ કરૂં?
મિલનથી મીઠાશની ખેવના છોડી દીધી.
દુર્દશા જોઈ મારી મને પણ આવી તરસ,
ઉગારશો તમે એવી અપેક્ષા જ છોડી દીધી.
ચાંદની સુંદરતા પર ‘પાગલ’ આજીવન ફિદા,
જીવન મળશે ત્યાં એવી ઝંખના છોડી દીધી.
ડૉ.પ્રણવ ઠાકર- ‘પાગલ’ (વઢવાણ)