Pages

Showing posts with label દિપેશ સથવારા ‘‘દિપ’’. Show all posts
Showing posts with label દિપેશ સથવારા ‘‘દિપ’’. Show all posts

Monday, 11 February 2013

ઈશારો મળી જાય



આંખોેને તમારો ઈશારો મળી જાય
મુજ હૃદયને તમારો ધબકારો
મળીજાય
કહું છું કે જીવવાની આશ નથી
છતાં મૂજને તમારો અહેસાસ
મળીજાય.
તો, જંિદગી જીવવાની આશ
મળી જાય
આ જંિદગીની રાહમાં ચાલવું કઠીન
છે ‘‘દિપ’’
અગર મુજને તમારો સાથ મળી જાય.
તો જંિદગી જીવવાની આશ મળીજાય.
જો આંખોને તમારો ઈશારો
મળી જાય.
- દિપેશ.એન. સથવારા ‘‘દિપ’’ (મુન્દ્રા - કચ્છ)

Tuesday, 11 December 2012

શાયર બની ગયો



મળ્યો હતો તમને નિઃસ્વાર્થભાવે
તમને જોતાં લાગણીના
અંકુર ફૂટ્યાં
આપણો પ્રેમ પાંગર્યો ને
હું તમારો પ્રેમી બની ગયો...
આ દુનિયાની આદત છે. દર્દ આપવાની
એમ આ દુનિયાના કઠોર શબ્દોરૂપી
જખ્મોથી હું ગાયબ બની ગયો...
આ ભેદભાવભરી દુનિયામાં ‘‘દિપ’’
પ્રેમને ક્યાંય જગ્યા નથી પણ,
ઉલ્જાયો હું આવા રિવાજોની જાળમાં
ત્યારે હું કાયર બની ગયો...
આમ, મારા આ વ્યથારૂપી શબ્દોને
જ્યારે ઉતાર્યાં મેં આ કાગળ પરને
મળ્યો મને ‘સહિયર’ નો સાથ તો
હું શાયર બની ગયો...
તો, હું શાયર બની ગયો.
- દિપેશ સથવારા ‘‘દિપ’’ (મુન્દ્રા કચ્છ)

Friday, 26 October 2012

સાથ માંગુ છું



આ જીંદગીના સફરમાં તમારો સાથ માંગુ છું,
સાથે વિતાવેલી દરેક ક્ષણો નો અહેસાસ માંગુ છું.
જાણું છું કે હું અંધ નથી પણ,
સાથે જોયેલા ‘‘સપના’’ને
નિહાળવા, તમારો સાથા માંગુ છું.
દુઃખ ઘણું ને સુખ ઓછું જોયું છે
આ જીવનમાં પણ,દુઃખોનો
સામનો કરવા ને સુખોની મોજ
લેવા તમારો સાથ માંગુ છું.
આ દુનિયા એક દરિયો છે અને
મારું જીવન એક નાવ છે તો,
મારી જીવરૂપી નાવ ને
ચલાવવા
તમારા પ્રેમની
પતવાર
માંગુ છું.
આ સ્વાર્થભરી
દુનિયામાં એ,
‘‘દિપ’’
કોઈ કોઈ નું સગું નથી... પણ,
આપણે કરેલ નિસ્વાર્થ પ્રેમ નો
તમારી પાસે એ પ્રેમ માંગુ
છું.
આ જીંદગીના સફરમાં બસ તમારો સાથ
માંગુ છું, સાથે
વિતાવેલી દરેક
ક્ષણો નો અહેસાસ માંગુ છું.
દિપેશ સથવારા ‘‘દિપ’’ (મુન્દ્રા-કચ્છ)

Tuesday, 14 August 2012

યાદ આવી ગઈ

એ મિલનની પહેલી મુલાકાત યાદ આવી ગઈ
એ ખૂલા આકાશ અને ટમટમતાં તારલિયાંની
રાત યાદ આવી ગઈ.
એ ખભા ઉપર માથું રાખી ને તમારી ફરવાની
અદા યાદ આવી ગઈ.
તમારા ખોળામાં માથું રાખીને સૂવાની એ ઘડી
યાદ આવી ગઈ.
આ જીંદગીનો સફર એકલો કરવાનો હતો પણ,
તમે આવીને સાથે ચાલવાનું વચન આપ્યું
એ પળની યાદ આવી ગઈ.
એ ‘‘દિપ’’ આટલો પ્રેમ આપી તને એ કેમ છોડી શકે
ત્યારે મિલનની એ પહેલી મૂલાકાત યાદ આવી ગઈ
તમારા પ્રેમ રૂપી શબ્દોથી કહી દીઘું કે હવે
ભૂલી જાઓ મને...
ત્યારે તમે આપેલા વચન અને વાયદાની યાદ આવી ગઈ...
દિપેશ સથવારા ‘‘દિપ’’
(મુન્દ્રા-કચ્છ)