Pages

Showing posts with label યોગેશ આર. જોષી. Show all posts
Showing posts with label યોગેશ આર. જોષી. Show all posts

Thursday, 22 November 2012

કોને કહું ?



સપનાં તારાં લઈને હું સેજે સૂતો,
આંખ ના મિંચાય તો કોને કહું?
વાટમાં ફૂલો બિછાવ્યાં છે ઘણાં,
મહેંક ના પ્રસરાય તો કોને કહું?
જ્ઞાાનની લહાણી કરવા ઊભો છતાં,
કોઈ ના લઈ જાય તો કોને કહું?
બાગ આખો ફૂલોથી ભરપૂર છે,
મધુકર ના મંડરાય તો કોને કહું?
નજર સામે સઘળી વસ્તુ છે છતાં,
સ્પષ્ટ ના દેખાય તો કોને કહું?
મેં સંભળાવી દીધી દર્દીલી કથા,
આંખ ના ભિંજાય તો કોને કહું?
યોગેશ આર. જોષી
(હાલોલ જિ. પંચમહાલ)

Saturday, 22 September 2012

જનાઝો કોઈનો જાય છે



ઉદાસ થઈ ગઈ રાત આજે આટલી,
ફૂલોનાં ડૂસકાં બાગમાં સંભળાય છે.
કામ માંડુ છું તો કાંઈ સંભળાય ના,
ભણકાં એનાં નંિદમાં વરતાય છે.
પત્ર બની પરબીડિયામાં પૂરાયો છું,
કોણ જાણે કોનો વિરહ છલકાય છે.
ખલેલ પડે નહીં નંિદમાં કારણે,
વાયરા પણ આજે ધીમા વાય છે.
મુક્તક રચેલું જે કદી તારા કાજે,
લાખો દિવાનાં રોજ, એને ગાય છે.
કેવી અકળ છે રીત તારી ખુદા,
જાન કોઈની, જનાઝો કોઈનો જાય છે.
યોગેશ આર.જોષી (હાલોલ)

Sunday, 16 September 2012

કાંટાઓને બહેકાવ ના


બહારોએ ગુલશનની
ડોલી લૂંટી,
હવા, તું ખોટી
અફવા ફેલાવ ના.
ભાગ્યવાન છે સરિતા
જે વહેતી રહે,
કમભાગી છે,
જુઓ પાણી તળાવનાં.
હિમાલય જેવો હું અડીખમ
ઊભો છું,
માનવી સૂરત બદલે, સ્વભાવ ના.
પ્રેમ બે દિલોનો અનોખો સંગમ છે,
પ્રેમનાં નામે, દેહ તું અભડાવ ના.
ખોયું છે તે ભૂલી જવામાં
સારપ છે,
નાહક અશ્રુઓનાં મોતી લૂંટાવ ના.
રક્ષાય છે ગુલાબ સદા કાંટાઓથી,
બાગબાં તું કાંટાઓને બહેકાવ ના.
યોગેશ આર. જોષી
(હાલોલ)

Tuesday, 17 July 2012

ભાગ્ય પણ બદલાઈ જાય છે

ખીલે છે જે ફૂલો તે સાંજનાં કરમાઈ જાય છે,
કદી માળીના હાથે પણ, ફૂલો ચૂંટાઈ જાય છે.
કરે છે દૂર અંધારૂ ને ઓજસ પાથરે સૂરજ,
છતાં વાદળની ઓથે, એ રવિ ઢંકાઈ જાય છે.
નથી રહેતાં દિવસો એક સરખાં કોઈનાં અહંિયાં,
ઘડીભરમાં કોઈનું ભાગ્ય પણ બદલાઈ જાય છે.
વસે છે દૂર સ્નેહીઓ પણ એની યાદ પાસે છે,
મળે છે કોક દિ પણ મન કેવું હરખાઈ જાય છે.
નસીબ કરતાં વધારે કોઈને કાંઈ નથી મળતું,
કદીક હોઠે આવેલો જામ પણ ઢોળાઈ જાય છે.
શીખીને કોઈ આવે ના બધાં અહીંયા જ શીખે છે,
મળે જેને અનુભવ ખૂબ, તે ઘડાઈ જાય છે.
યોગેશ આર.જોષી (હાલોલ)

Tuesday, 3 July 2012

સમયનું ચક્ર

સમયનું ચક્ર ક્યાં કદી અટકે છે?
સાથમાં ન ચાલે એને પટકે છે.
એક
સરખો છે એ સોઈ કોઈ માટે,
ઓળખે ના ચાલ
એની એ ભટકે છે.
ભલભલાને ભૂ સમય
પિવડાવે છે,
એની ગતિ લોકોથી જરા
હટકે છે.
લાખ કોશિશો કરો પણ
શૂન્ય છો,
હાથમાં આવીને
સમય છટકે છે.
રંગ બદલે છે સમય
હર મોડ પર,
એના રંગે ના રંગાય એ લટકે છે.
સમય નિરાકાર મસ્ત ફકીર છે,
નાનાં મોટાં સૌને કદીક
ખટકે છે.
યોગેશ આર. જોષી
(હાલોલ)