Pages

Showing posts with label રતન વાઘેલા ‘બોગસ’. Show all posts
Showing posts with label રતન વાઘેલા ‘બોગસ’. Show all posts

Tuesday, 11 December 2012

મને ખબર જ હતી



ઈચ્છાઓ તો હતી મારી, જીવવાની
સાથે તમારી,
પરંતુ યાદો રહી જશે તમારી
મને ખબર હતી,
આમ તો મારી સાથે ઘણા મિત્રો છે.
જીવનમાં,
પરંતુ તમારી મિત્રતા આમ દિલને
સ્પર્શી જશે
મને ખબર હતી,
માનતો હતો હું એમને જીવનનોે સૂરજ,
સાંજના સમયે આથમી જશે.
મને ખબર હતી,
આમ તો ઘણા યાદ કરતા હોય છે.
પોતાના સ્નેહીજનોને,
પરંતુ ભૂલી જશે અમારા
સ્નેહી-જન
અમને
મને ખબર હતી.
જાણું છું હું કે ચાહત તો બધાને
થોડી ઘણી મળે છે.
પરંતુ તમારી ચાહતની પ્યાસ
અમને તરસ્યા રાખશે.
મને ખબર હતી.
- રતન વાઘેલા ‘‘સ્વાર્થ’’ (કલોલ)

Thursday, 27 September 2012

જીવનસાથી



કલરવની દુનિયામાં
રંગ માંગુ છું
સાગરની દુનિયામાં મોતી
માંગુ છું
મોતીની મોંઘેરી કંિમત
માંગુ છું
સ્નેહના સંબંધોમાં કડવાશની બાદબાકી માંગુ છું.
સાથ રહ્યો જો કશ્તીનો
સાગરના કિનારા સુધી
તો અણમોલ જંિદગી માંગુ છું
જંિદગીના સાગરને તરવા
જીવનસાથી માંગુ છું
જંિદગીની સફરને યાદગાર બનાવવા
કંઈક મીઠી યાદો માંગુ છું
મારી યાદોમાં પહેરો છે આપનો
પણ, તમારી યાદ નહીં
હકીકતમાં તમારો સાથ માંગુ છું.
અંજલિ સુનેજા મુ. . કાંસા તા. વિસનગર
લાગ્યા કરે છે
જાણે હમણા તમો વાત કરતા
મારી સાથે ઊભા છો
નથી છતાં એવું લાગ્યા કરે છે
સંબંધ નથી થવાનો મારી સાથે તમારો
તેમ વિચારુ છતાં પરભવનો કોઈ
અનામ સંબંધ હોય તમારી સાથે
એવું લાગ્યા કરે છે
કહ્યું છે કે જેના નસીબમાં જે હોય
તેજ મળે છે તેને, નથી છતાં મારા
નસીબમાં તમે હોય એવું લાગ્યા કરે છે...
જાણું છું જુદી છે જંિદગી મારાથી તમારી
છતાં મારી જંિદગીમાં તમેજ સામિલ હોય
એવું લાગ્યા કરે છે...
આમ જીવનના અંત સુધી તો
‘‘બોગસ હૃદય’’ ઘડક્યા કરવાનું
પરંતુ તમારી સામે આવતા જાણે
ધડકન રુકી જાય છે એવું લાગ્યા કરે છે.
રતન વાઘેલા ‘‘બોગસ’’ (કલોલ)

Saturday, 22 September 2012

જાગતો રહેતો



સમય હતો કે તમારી યાદ માં
હમણાં દિવસ ઉગશે એમ જાણી
જાગતો રહેતો,
ખબર હતી આવવાના નથી તમે,
ભલે પરંતુ તમારા આવવાના
ઈંતજારને માણતો રહેતો,
તમારી યાદમાં...
ગુસ્સે રહેતા હોય વર્ષોથી
જાણે તેમ રિસાઈ
જઈ કહેતા ‘‘બોલવું નહી તમારે’’
છતાં તમારી અદાઓને જોતો રહેતો,
જાણું છું હું, કાંઈ નથી મારા તમે અને
તમારો હું છતાં કાંઈક તો છો તમે મારા
તે જાણી જીવતો રહેતો. તમારી
યાદમાં...
ખબર હશે કદાચ તમને કે ચાહું છું હું
તમને અને ફક્ત તમને
બતાવશો તમે કહાની કોઈ બીજી તે
વિચારી ડરતો રહેતો, તમારી યાદમાં...
સમય કાંઈ મારી જેમ ‘‘બોગસ’’ નથી કે
ત્યાં રહે... તે તો પસાર થઈ ગયો તેમના
વિચારોમાં આખી રાતનો, જાણે
કેમ ચડકો આવી ગયો
તે જોઈ હસતો રહેતો,
તમારી યાદમાં રાત આખી જાગતો રહેતો.
રતન વાઘેલા ‘‘બોગસ’’ (કલોલ)

Sunday, 16 September 2012

મને કહેજો


મારાથી વધારે હૃદયની હરેક ધડકનમાં
તમને કોઈ સામિલ કરે તો મને કહેજો...
જાણવા છતાં તમને, વર્ષોથી અજાણ છું કેમ?
તો પણ મારાથી વધારે તમને કોઈ જાણે તો મને કહેજો...
ચાહતની તો વાતમાં છોડો આવા તૂટેલ હૃદયમાં તમને
કોઈ સાચવીને રાખી બતાવે તો મને કહેજો...
તમારું વાત-વાત રિસાઈ જવું. વારંવાર,
તેમ મારાથી વધારે મનાવવાની કોઈ કોશિશ પણ કરે તો
મને કહેજો...
જીવનમાં સુખ-દુઃખ તો આવ્યા કરે છે.
સુખમાં તો સર્વ સાથે હોય છે.
કોઈ દુઃખ મા તમારો હંમેશાં સાથ નિભાવે તો મને કહેજો,
આમતો બોગસ માણસ છું પણ તમને અને ફક્ત તમને ચાહું છું છતાં કોઈ સારો માણસ ચાહે વધારે મારાથી તો મને કહેજો...
રતન વાઘેલા
(કલોલ)