Pages

Showing posts with label રાકેશ એચ.વાઘેલા ‘રાહી’. Show all posts
Showing posts with label રાકેશ એચ.વાઘેલા ‘રાહી’. Show all posts

Tuesday, 12 March 2013

મીન



એક રંગી દુનિયામાંથી મીન, અહીં આવી તો જો,
સાત રંગો છે મારા હાથમાં, એક રંગ પૂરાવી તો જો,
જાણું છું તું રોવે ચોધાર, ખારા સમંદરમાં,
માત્ર એક આંસુ મારી હથેળીમાં, ખાળી તો જો,
રંગોળી પૂરી દઉં, આ ધરા પર તારા કાજે,
ખુલ્લા છે દરવાજા મારા, કદી આવી તો જો,
પ્રેમને તારા, મેં ધર્મ સમજી પાળ્યો સદા,
આંખોમાં તું મારા સપના, સજાવી તો જો,
વર્ષો થયા કહેવાને, ઘણી વાતો છે મારે,
તું એક વાત વ્યથાની, મને સુણાવી તો જો,
રાકેશ એચ. વાઘેલા ‘રાહી’
(વાંસકુઈ- સુરત)

Tuesday, 11 December 2012

વરસાદમાં...



ચાલ ભીંજાઈએ વરસાદમાં,
હું તને ભીંજવુ ને તું મને વરસાદમાં,
પ્રેમની મીઠાશને વહેંચી નાખીએ,
હું તને ખવરાવું ને તું મને વરસાદમાં
તૃષા મને ઘણી તારી પ્રિતની,
હું તને પીવરાવું ને તુ મને
વરસાદમાં,
મળવા તડપી રહ્યું છું હૈયુ મારુ
હું તને મળી જાઉને તું મને
વરસાદમાં
સજાવી છે તાપીએ પણ
આ ઘાસ પથારી,
હું તને આવકારું
ને તુ મને વરસાદમાં....
- રાકેશ એચ. વાઘેલા ‘રાહી’
(વાંસુકુઈ-સુરત)

Wednesday, 28 November 2012

યાદોમાં એમની...


શું ખબર તને આ પ્રેમની,
વીતે રાતો બધી, યાદોમાં એમની,
એ હોય તો, કશું કહેવાય નહીં,
વાચા ફૂટે, ગેરહાજરીમાં એમની,
શાયર ક્યાં હતો હું કદાચિત,
થાય બધી વાતો, હર ગઝલમાં એમની,
ફૂલે-ફૂલમાં ને બધા ઝાડ-પાનમાં,
સોડમ ભરી ભીની, હવામાં એમની,
શું ખબર તને આ પ્રેમની,
વીતે રાતો બધી, યાદોમાં એમની.
રાકેશ એચ. વાઘેલા
(વાંસકુઈ, સુરત)

Tuesday, 16 October 2012

સરકતી ક્ષણો...



જતાં એને જોઈ, પણ રોકી ના શક્યો,
સરકતી ક્ષણોને, અંજલિમાં ભરી ના શક્યો,
હૃદયથી ગળે સુધી, આવી અટકી ગયું દર્દ,
આંખો બંધ કરી લીધી, આંસુ બતાવી ના શક્યો,
કહું છું ગઝલ રૃપે મારા અંતરની વેદના
જે કદી એની સમક્ષ, જતાવી ના શક્યો,
હવે, હું જ છું, ને મારી કલમ અહીં,
એની યાદોને, અળગી કરો ના શક્યો.
રાકેશ એચ. વાઘેલા (વાંસકુઈ, સુરત)

Tuesday, 9 October 2012

સાચું કહે...



વર્ષોે થયાં તને જોેઈ,
મને જોવા તું વલખે છે કે નહિ,
તડપું છું હું તારી યાદમાં,
સાચું કહું તું તડપે છે કે નહિ,
આમ તો ઘણા છે સંબંધોેના ક્યારા,
એમાં મારું ફૂલ મ્હેકેં છે કે નહિ,
તું નજીક હોવા છતાં ખૂબ દૂર છે,
તને નાની સરખી દૂરતા ભરખે છે કે નહિ,
મિલનને કલ્પુ અને જીવું છું,
મિલનની તને કલ્પના હરખે છે કે નહિ.
- રાકેશ એચ.વાઘેલા ‘રાહી’ (વાંસકુઈ-સુરત)