Pages

Showing posts with label સોલંકી રાકેશ બી. ‘‘શબ્દ’’. Show all posts
Showing posts with label સોલંકી રાકેશ બી. ‘‘શબ્દ’’. Show all posts

Tuesday, 12 March 2013

‘‘તમારી ખોટ’’



અમારી જંિદગીમાં એક તમારી
ખોટ લાગે છે.
ના રુઝાય તેવી આ ચોટ લાગે છે.
તમારે સંગ ઉર્મીઓમાં હિલોળા લેતું તું જે દિલ,
તે દિલના દરિયામાં હવે ઓટ લાગે છે.
જીવી લઈશું અમે તમારા વગર પણ,
ખુદને અપાતો આ દિલાસો હવે ફોગટ લાગે છે.
જુમી ઉઠતા’તા આપણે જે પ્રેમગીતો સાંભળીને,
હવે, એજ અમને અર્થહીન ઘોંઘાટ લાગે છે.
પસાર થતી’તી જે સુંદર ક્ષણો તમારા સાનિઘ્યમાં
દરેક ક્ષણ દુર્ગમ પહાડ જેવી આજ
વિરાટ લાગે છે. અમારી...
સોલંકી રાકેશ બી ‘શબ્દ’
(નવા-વાડજ)

Wednesday, 28 November 2012

અનર્થ


એક શબ્દ અમે શું બોલી ગયા.
વર્ષાના સંબંધ તમે તોડી ગયા.
કર્યા અર્થ તમે ખોટો અમારા શબ્દનો,
ને દુઃખો સાથે નાતો અમારો જોડી ગયા.
કેટલો ભ્રામક હોય છે વિશ્વાસ ‘શબ્દ’ આ દુનિયામાં,
આંખો અમારી આજ તમે ખોલી ગયા.
ગૌરવ હતું જે સંબંધોને લઈને અમને.
ચપટીમાં તમે એને ચોળી ગયા.
ના કર્યા વિચાર તમે જરાય અમારી લાગણીઓનો,
ને ક્રૂરતાથી તમે અમને તરછોડી ગયા.
એક શબ્દ...
સોલંકી રાકેશ બી.
(નવા-વાડજ)

Thursday, 4 October 2012

વીતેલી ક્ષણોમાં



વીતેલી ક્ષણોમાં દિલ ફરી ખોવાઈ જાય છે.
એ શાનદાર નજરો ફરી જોવાઈ જાય છે.
કેવી હતી. મસ્તમજાની જંિદગાની,
ને પાછો તમારો સુવર્ણસાથ,
એ જોઈને અશ્રુ અમારી આંખો સાથે, જોડાઈ જાય છે
ધોઈ શકતા નથી જ્યારે અશ્રુ યાદોને દિલથી,
ખુદા સાથે અદાવતના બીજ ત્યારે રોપાઈ જાય છે.
કેમ ચીતરી તે જુદાઈ અમારી હસ્તરેખામાં, સવાલ એવો એેને પુછાઈ જાય છે.
નથી મળતો જવાબ જ્યારે અમને ખુદાથી
થાય અમને કે,
ખુદા અમારા સવાલથી મુંજાઈ જાય છે.
વીતેલ...
સોલંકી રાકેશ બી ‘શબ્દ’
(નવા-વાડજ)

Thursday, 27 September 2012

‘‘તમે તમારા હોઠ સીવ્યા છે’’



જ્યારથી તમે તમારા હોઠ સિવ્યા છે
અશ્રુથી અમે ખુંદને ભીંજવ્યા છે.
કર્યું ખોટું અર્થઘટન અમારા ‘શબ્દ’નું તમે,
દોસ્તીને તમે ખોટા
માર્ગ ચંિઘ્યા છે
નથી સમજી શકતા
અમે તમારા ન્યાયને ક્યાં ગુના અમે એવા ક્રૂર કર્યા છે?
જ્યારથી...
કરી દો દૂર તમે તમારી નારાજગી, તડપતા અમે તમનેય
દિઠ્યાં છે.
વરસાવો તમે ફરી શબ્દોની એ જ હેલી, કર્ણ અમારા તમારા સ્વરના તરસ્યા છે.
તૃપ્ત થશે અમારા દિલની ધરા,
તમારા હોઠે
‘‘શબ્દ’’ સાંભળીને,
સમજીશું અમે શબ્દોના દુષ્કાળ હવે વિત્યા છે. જ્યારથી...
સોલંકી રાકેશ બી. ‘‘શબ્દ’’
(નવા વાડજ)

Tuesday, 14 August 2012

લાગણીઓની કતલ

આંખ અમારી આજ મેઘલ થઈ છે,
અમારી લાગણીઓની એવી કતલ થઈ છે.
વરસી છે એ ચોંઘાર,
એ પણ પછી કંગાલ થઈ છે.
તરછોડી ગયા અકારણ અમને,
તમારી વફા એક સવાલ થઈ છે.
આપ્યું છે કંઈક દર્દ જ તમે એવું કે,
મુસ્કાન આજ મુશ્કેલ થઈ છે.
દુઃખોના દલદલમાં નાખીને અમને,
ખબર નહીં કઈ ખુશી તમને હાંસલ થઈ છે?
કર્યા છે ઘા ‘‘શબ્દ’’ થી એવા કે,
દરેક ક્ષણ અમારી ઘાયલ થઈ છે.
સોલંકી રાકેશ બી. ‘‘શબ્દ’’
(નવા-વાડજ)