Pages

Showing posts with label ‘વેદ’ કિરણ દરજી. Show all posts
Showing posts with label ‘વેદ’ કિરણ દરજી. Show all posts

Tuesday, 17 July 2012

તો શું કરું?

યાદ તારી આવે તો શું કરૂ?
શમણા નિત સતાવે તો શું કરૂ?
પ્રેમ તારો મુજને પહોંચાડે પરાકાષ્ઠાએ,
પ્રેમ એવો તું જતાવે તો શું કરૂ?
નયન ભીના થયાં, તારા સ્મરણ થતાં,
લાગણી એવી બતાવે તો શું કરૂ?
એકલતા કોરી ખાતી મુજને હવે,
તારા વિના જીવન સુનુ લાગે તો શું કરૂ?
પ્રણયમાં થઈ ગયો છું સાવ પાગલ,
તું હોય ત્યાં ‘વેદ’ આવે તો શું કરૂ?
‘વેદ’ કિરણ દરજી
(પલ્લાચર, તા-પ્રાંતિજ)

Tuesday, 10 July 2012

તમે કંઈક ખાસ છો...!

તારલાની વચ્ચે ચમકતા તમે ચાંદ છો,
તમે મારા માટે એવા ખાસ છો.
સ્પંદન તમારું પામુ છંુ નિત હું અહીં,
મને લાગતું તમે મારી આસ-પાસ છો.
પ્રેમની પુરવાઈ આપની, હૃદયને વ્યાકુળ કરે,
પ્રેમનો તમે એક મીઠો અહેસાસ છો.
આપની યાદ તો મુજ રૂદિયામાં સમાયેલી,
જાણે તમે જ મારા દિલનો નિવાસ છો.
જીવન હવે શક્ય નથી આપના વિના, એટલે,
તમે મારા માટે કંઈક ખાસ છો.
‘વેદ’ કિરણ દરજી
(પલ્લાચર, તા.પ્રાંતિજ)

Tuesday, 3 July 2012

કહેજો તમે વિચારી?

આપ હસતા રહો એવી કામના અમારી,
અમને ગમે છે સુંદર આ આંખો તમારી.
તરસ્યો હતો વરસોથી આપ નયનોને જોવા,
તરસ છીપાવી આ કામણગારી આંખોએ તમારી,
દિન-રાત આપની યાદો સતાવે છે મને,
આપની યાદોની ‘સેજ’ આ તે કેવી બીમારી?
આપના ચહેરા વિના કંઈ જોવાની ઇચ્છા નથી,
એવું કેમ થયું! જરા કહેજો તમે વિચારી?
‘વેદ’ કિરણ દરજી
(પલ્લાચર, તા. પ્રાંતિજ)