Pages

Monday, 8 April 2013

બોલી ન શક્યા



‘‘કેવી છે કરુણતા અમ્પ્રમની હે..., મિત્રો
નજરો મળીતીસામે છતાં બોલી શક્યા.
વિદાય ની પળેહાથ થોડો લંબાવી જાણે,
મનમાં કંઈક કહેતાં છતાં અમે બોલી શક્યા.
સંઘ્યાના આછા ઉજાસે મિલન બનતું અમારું
મનમાં તો ભેટી પડતા પણ
બોલી શક્યા.
પ્રેમ ભર્યા દિવસો
તમારી યાદે વહી ગયા,
વિદાઈ ની પળે
દિલ ખોલી શક્યા.
રડ્યો છું એવો કે
ફૂલ પણ રડ્યા ‘‘બંિદુ’’ .
અશ્રૃં ભર્યા નયને
નીર વહી શક્યા.
ભણતર ના દિવસે
બેસતાં પાણીની પરબે
‘‘સહિયર’’ રોજ મળતા એમને છતાં,
‘‘રાધે’’ બોલી શક્યા...!’’
પ્રણામી અનિલ ‘‘રાધે’’
(બાણવાડ, મોડાસા)

અઘુરી સફર



હથેળીમાં મૃગજળ લઈ 
અમે દોડ્યા હતા,
અમારા પડછાયા  
પાછળ પડ્યા હતા.
પસંદગી ખોટી હતી  
ભ્રમ છે તમારો,
રૂપ જોઈ આયનાઓ
ાતભર રડ્યા હતા.
પ્રેમમાં અનુભવી હશે કે 
દગો દઈ શક્યા,
બાકી એની કરતાય અમે
ફટાકડા ફોડ્યા હતા.
રખેવાળ છીએ કહી વિશ્વાસે લીધો હતો મને,
પછી તેણે બાગના 
ફૂલડાઓ તોડ્યા હતા.
આપ્યા હતા તેણે  
વાયદાના કાયદા,
નડે છે હવે જે પોતે  
ઘડ્યા હતા.
સંઘ કાશીએ પહોંચી 
જાત ક્યારનો ભલા,
સ્વભાવ અમારા પોતાના 
નડ્યા હતા.
એમણે પછાડ્યા પીઠ 
પાછળ ધક્કો દઈ,
જેમના સહારે અમે 
શિખરો ચડ્યા હતા.
આપઘાતને વહાલો કર્યો છે અમે અનેકવાર,
ટાણે ડબ્બાઓ પાટા પરથી ખડ્યા હતા.
આઘાતો એટલા આપ્યા કે લડવા સમર્થ નથી,
રામ તો કેવળ એક સાથે લડ્યા હતા.
સફર એમની પણ અઘુરી રહી છેરાજ’,
પગમાં ઈસુનેય ખીલાઓ જડ્યા હતા.
રમેશકુમાર એલ.જાંબુચા ‘‘રાજ’’
(પાણીયાળી-ભાવનગર)