Pages

Wednesday, 28 November 2012

ઝાકળ લાગે છે


લાગણી પણ હવે વિહવળ લાગે છે,
મારી આંખોમાંય ઝાકળ લાગે છે.
જીવું છું હું જંિદગી તારી સાથે,
તો પણ વાત મારી પોકળ લાગે છે.
દ્વાર તો હૃદયના મેં ઉઘાડી રાખ્યા છે,
ને તોય, તમને ત્યાં સાંકળ લાગે છે?
લખું છું ગઝલ હું હવા ઉપર,
આ હવા પણ મને કાગળ લાગે છે!
ક્યારે ઊડી જાય, કંઈ જ નક્કી નહીં,
આ શ્વાસ પણ મને ઝાકળ લાગે છે!
તું છે તેથી જ જીવાય છે ‘કૌશલ’,
તારા વિનાની જંિદગી મને અટકળ લાગે છે.
કૌશલ સુધાર (મુદરડા)

સાથ છોડશો નહીં


જંિદગીમાં ક્યારેય કોઈ અંગતનો સાથ છોડશો નહીં...
કહ્યા હતાં બે શબ્દ કોઈએ જંિદગીભર સાથ આપવાના
એનો સાથ ક્યારેય છોડશો નહીં...
આ દુનિયામાં ઘણું જ ગુમાવ્યું અને મેળવ્યું જેના સાથથી
એનો સાથ ક્યારેય છોડશો નહીં...
આંગળી પકડી દુનિયાં દેખાડી જેને એવાં ભગવાન સમાન
મા-બાપનો સાથ ક્યારેય છોડશો નહીં...
માગ્યું ક્યારેય મળતું નથી...
બસ, મેળવવું પડે છે. કોઈના
સાથથી એનો સાથ ક્યારેય છોડશો નહીં...
જંિદગીમાં ઘણા સાથ આપવાનું કહેનારા ક્યાં ચાલ્યા
ગયા પણ તમારાં પર વિશ્વાસ રાખે એનો સાથ
ક્યારેય છોડશો નહીં...
આમ તો આ ‘કેત્સ’ જંિદગી વીતાવે છે... કોઈ એકના જ
વિશ્વાસ પર પણ જો હોય વિશ્વાસ તો ‘‘કેતન’’નો સાથ
ક્યારેય છોડશો નહીં...
કેતન મુછડિયા
(જામનગર)

ગમે છે...!!


‘હવે મને સઘળું ગમે છે...!!
એની આંખોના આસમાન મા ઉદાસીઓ થમે છે
ખામોરા એના શબ્દો
મારા ચિત્તમાં ભમે છે
શમણાઓ મારી રગે
રગમાં રમે છે
હવે મને સઘળુંય ગમે
છે...!!
તારલાઓ અલક
મલકની
વાતો કરે છે
પવન પહેરો ભરે છે
ચાંદની ધીમું મીઠું
હસે છે
સમય અદબથી નમે છે
હવે મને સઘળુંય ગમે છે...!!
સોનેરી તડકો સાંજના આગમનથી શમે છે
નીલું આકાશ સિતારાઓથી ટમટમે છે
ખીલેલા ફૂલ ખુશ્બુથી મધમધે છે
હવે મને સઘળુંય ગમે છે...!!
લહેરો દોટ મૂકી કિનારે મળે છે
ધુઘવતો સમંદર બેફામ બની રડે છે
સ્પર્શ ધબકારમાં જઈ ભળે છે
હવે મને સઘળુંય ગમે છે...!!
વિઠ્ઠલાણી પ્રવીણ
(ભાવનગર)

અનર્થ


એક શબ્દ અમે શું બોલી ગયા.
વર્ષાના સંબંધ તમે તોડી ગયા.
કર્યા અર્થ તમે ખોટો અમારા શબ્દનો,
ને દુઃખો સાથે નાતો અમારો જોડી ગયા.
કેટલો ભ્રામક હોય છે વિશ્વાસ ‘શબ્દ’ આ દુનિયામાં,
આંખો અમારી આજ તમે ખોલી ગયા.
ગૌરવ હતું જે સંબંધોને લઈને અમને.
ચપટીમાં તમે એને ચોળી ગયા.
ના કર્યા વિચાર તમે જરાય અમારી લાગણીઓનો,
ને ક્રૂરતાથી તમે અમને તરછોડી ગયા.
એક શબ્દ...
સોલંકી રાકેશ બી.
(નવા-વાડજ)