Pages

Friday, 27 April 2012

તારી યાદમાં


કેમ વીતે રાત તને કેમ કહું જાનુ
વિરહની વાત તને કેમ કહું જાનુ
તારી થકી તો જીવંત છે જીવન મારું
તું કેટલી છે ખાસ તને કેમ કહું જાનું
અપ્સરા પણ તને જોઈ લજ્જાય છે
તું છે રૂપનો અંબાર તને કેમ કહું જાનુ
તારી યાદના દરિયામાં ભટકે છે વ્હાણો
તુજ કિનારાની આશ, તને કેમ કહું જાનુ
દિવસ રાત સવાર સાંજની છે ક્યાં ખબર
હરપલ તું સંગાથ તને કેમ કહું જાનું
તારો પ્રેમ મારા જીવનની જડીબુટ્ટી છે
નહીં જીરવી શકુ આઘાત તને કેમ કહું જાનુ
ભરત કે. સોલંકીક્ષિતિજ
(છીપડી)

No comments:

Post a Comment