Pages

Sunday, 10 February 2013

એ મને શોધતી હશે



એ મને શોધતી હશે
ગગનના તારામાં
નભના કિનારામાં
નસીબના સિતારામાં
મૌસમ-એ-બહારામાં
એ મને શોધતી હશે
સમયના આરામાં,
પૃથ્વીના પારામાં
સાગરના ઘસારામાં,
વસંતના નઝારામાં
એ મને શોેધતી હશે.
સુરજના ઝંગારામાં, રાતના અંધારામાં
ઉંચા કોઈ મિનારામાં, જગ આ સારામાં
એ મને શોધતી હશે.નદીઓની ધારામાં,
ફૂલોના શરારામાં ગઝલના સહારામાં
શબ્દોના ધશારામાં એ મને
શોધતી હશે.
-જીતેન્દ્ર કુમાર
(માંડોત્રી-પાટણ)

No comments:

Post a Comment