Pages

Thursday, 4 October 2012

નથી ઇચ્છતી



એવું નથી કે તને જોવા નથી ઇચ્છતી,
કોઈપણ ભોગે તને ખોવા નથી ઇચ્છતી.
આંખોથી કરું હું વાતચીત વ્હાલની,
હોઠ સહેજ પણ ખોલવા નથી ઇચ્છતી.
અપમાન તારું લાગે મને મારું,
સ્વમાન સહેજ પણ ખોવા નથી ઇચ્છતી.
ભૂલો ને મારી વ્હાલા, વ્હાલથી સ્વીકારી
ગલતી સામે તારી કબૂલ કરવા નથી ઇચ્છતી.
તારે મારે શું? કોઈને કહેવા નથી ઇચ્છતી,
સેંથો બીજા કોઈનો પૂરવા નથી ઇચ્છતી.
શ્વ્વાસે-શ્વ્વાસે લઈ રહી તારું નામ,
ભક્તિ બીજા કોઈની કરવા નથી ઇચ્છતી.
પાગલછોડી દઈશ દુનિયા ખુશીથી તારી સાથે,
પલભર પણ પ્રિતમ વર રહેવા નથી ઇચ્છતી.
ડો. પ્રણવ ઠાકર- પાગલ (વઢવાણ)

વીતેલી ક્ષણોમાં



વીતેલી ક્ષણોમાં દિલ ફરી ખોવાઈ જાય છે.
શાનદાર નજરો ફરી જોવાઈ જાય છે.
કેવી હતી. મસ્તમજાની જંિદગાની,
ને પાછો તમારો સુવર્ણસાથ,
જોઈને અશ્રુ અમારી આંખો સાથે, જોડાઈ જાય છે
ધોઈ શકતા નથી જ્યારે અશ્રુ યાદોને દિલથી,
ખુદા સાથે અદાવતના બીજ ત્યારે રોપાઈ જાય છે.
કેમ ચીતરી તે જુદાઈ અમારી હસ્તરેખામાં, સવાલ એવો એેને પુછાઈ જાય છે.
નથી મળતો જવાબ જ્યારે અમને ખુદાથી
થાય અમને કે,
ખુદા અમારા સવાલથી મુંજાઈ જાય છે.
વીતેલ...
સોલંકી રાકેશ બીશબ્દ
(નવા-વાડજ)

એક શણગાર



એક સ્વભાવનો શણગાર
એક અર્થનો અણસાર
જાણે તમસાનાં તીરે...
એક શ્વ્લોકનો અવતાર...
એક ભાવ સમ દર્પણ
પણ ક્યાં પ્રતિબંિબ પડકાર
લાગી અહો શીતલ સહેજ
હતી ત્યાર કોણે કરી કંિમત
આજે નથી અહીંને...
લાગે છે શ્વ્વાસનો ધબકાર
મુકેશ બી. મહેતાનિસર્ગ
(બામણિયા-સુરત)

યાદ રાખજો



હવે તો બસ! સ્વપ્નોમાં સરી પડાય છે,
સ્વપ્નોની સાંજમાં મને યાદ રાખજો.
જીવનની દરેક ક્ષણના તમે છો જીવનસાથી,
એક ક્ષણ પણ દૂર ના જવાય યાદ રાખજો.
પ્રેમના શબ્દો હોય ભલે ટુંકા,
પણ જીવનના અઘૂરા વાક્યોમાં મને યાદ રાખજો.
આકાશમાં નજરો માંડતા દેખાય છેચાંદ’,
પણ ચાંદની આપ છો યાદ રાખજો.
તમારી પ્રેમભરી નજરો ઉપજાવે છે સ્મિત,
નમણાં નયનોમાં મને યાદ રાખજો.
શબ્દો વિના થઈ છે વાત,
તેને ભુલથી પણ ભુલી જવાય યાદ રાખજો.
પિપળીયા શૈલેષ
(નાની વાવડી)

‘કોણ જાણે?’



પથ્થરને પણ વેદના હોય છે
કોણ જાણે?
માધવની મુરલીના કલરવને
કોણ જાણે?
લાગણીશૂન્ય વાદળી બીન
વરસી ચાલી જાય,
આઘાતના આકાશની આરઝુને કોણ જાણે?
એમની યાદોના ઘા પડે છે
સતત હૈયામાં,
કર્ણ બીન રૂદનના પડઘાને કોણ જાણે?
નદીને ગર્વ છે તેની મીઠી સુંદરતાનોભલા’,
દરિયાને ખારાથી નથી પોતાની કોણ જાણે?
રાહબર બનીને રહ્યાંતા આજીવન એમના,
હાથતાળી દઈ ચાલ્યા ગયા કોણ જાણે?
મંદિર-મસ્જિદે જઈ ઇશ્વ્વર-અલ્લાને મનાવ્યા,
એને પામવા રાતભર રડ્યાતો કોણ જાણે?
મધદરિયે ડૂબ્યાને ભેટ્યા છીએ મોતને,
તરતી જોઈ કિનારે લાશને કોણ જાણે?
મોહની માયાજાળમાં એવા ફસાયા છીએરાજ
પાળીયાની વેદનાને પારકા કોણ જાણે?
રમેશકુમાર એલ. જાંબુચારાજ
(પાણીયાળી - ભાવનગર)