Pages

Tuesday, 11 December 2012

એક સમય આવે



એવો એક સમય આવે,
પતઝડમાં પણ ગુલાબ આવે,
માંડે તું મોટા ડગલા ઝડપથી,
એ દરેક ડગલું જો મારે દ્વારે આવે,
કરુ છું ભગવાન આજીજી કે ફરીયાદ, જે ગણે તું?
એ કરતાં જો મારો યાર મારી વારે આવે,
ખીલશે ફૂલો આ કંટકભર્યા જીવનમાં,
એ કાંટાને પણ ક્યારેક ‘દિવાળી’ આવે,
પ્રગટીને દીવે થશે અજવાળું આ ઘરમાં,
તું આવીને, જો આ મારા ઘરને સજાવે...
- ભરત કાપડિયા (હેલીક) (કલાપીનગર)

શાયર બની ગયો



મળ્યો હતો તમને નિઃસ્વાર્થભાવે
તમને જોતાં લાગણીના
અંકુર ફૂટ્યાં
આપણો પ્રેમ પાંગર્યો ને
હું તમારો પ્રેમી બની ગયો...
આ દુનિયાની આદત છે. દર્દ આપવાની
એમ આ દુનિયાના કઠોર શબ્દોરૂપી
જખ્મોથી હું ગાયબ બની ગયો...
આ ભેદભાવભરી દુનિયામાં ‘‘દિપ’’
પ્રેમને ક્યાંય જગ્યા નથી પણ,
ઉલ્જાયો હું આવા રિવાજોની જાળમાં
ત્યારે હું કાયર બની ગયો...
આમ, મારા આ વ્યથારૂપી શબ્દોને
જ્યારે ઉતાર્યાં મેં આ કાગળ પરને
મળ્યો મને ‘સહિયર’ નો સાથ તો
હું શાયર બની ગયો...
તો, હું શાયર બની ગયો.
- દિપેશ સથવારા ‘‘દિપ’’ (મુન્દ્રા કચ્છ)

વેદનાની વાણી



નજર નાં શબ્દોથી કંઈ કહી શકાતું નથી
દિલની જુબાનથી કંઈ બોલી શકાતું નથી
પ્રેમ આંધળો છે. કંઈ જોઈ શકાતું નથી
સમજાવ્યું મને ઘણાએ પણ સમજી શકાતું નથી
સાથે કેવી વેદના છે કે દવા કરી શકાતું નથી
રોઈ ને પણ દિલ હળવું કરી
શકાતું નથી.
આ જમાનાનો દોષ છે,
પણ સજા કરી શકાતું નથી.
ભગવાન ભરોસે છોડીને
પણ બઘુ ભૂલી શકાતું નથી.
કોશીશ કરીને પણ કામયાબ
બની શકાતું નથી.
સાથે કેવી જંિદગી છે.
જેમાં મરજીથી મરી શકાતું
પણ નથી.
- ખત્રી રાજેન્દ્ર એમ. (પ્રેરણા) - (વીસનગર)

મને ખબર જ હતી



ઈચ્છાઓ તો હતી મારી, જીવવાની
સાથે તમારી,
પરંતુ યાદો જ રહી જશે તમારી
એ મને ખબર હતી,
આમ તો મારી સાથે ઘણા મિત્રો છે.
આ જીવનમાં,
પરંતુ તમારી મિત્રતા આમ દિલને
સ્પર્શી જશે
એ મને ખબર જ હતી,
માનતો હતો હું એમને જીવનનોે સૂરજ,
સાંજના સમયે એ આથમી જશે.
એ મને ખબર જ હતી,
આમ તો ઘણા યાદ કરતા હોય છે.
પોતાના સ્નેહીજનોને,
પરંતુ ભૂલી જશે અમારા
સ્નેહી-જન
અમને જ
એ મને ખબર જ હતી.
જાણું છું હું કે ચાહત તો બધાને
થોડી ઘણી મળે જ છે.
પરંતુ તમારી ચાહતની આ પ્યાસ
અમને તરસ્યા જ રાખશે.
એ મને ખબર જ હતી.
- રતન વાઘેલા ‘‘સ્વાર્થ’’ (કલોલ)