Pages

Monday, 8 April 2013

ગઝલ


સ્વાર્થની લાગણીમાં અમે સરી ગયા,
વિશ્વાસનું કતલ તેઓ કરી ગયા
પરાયા જ હોય છે સારા પોતાનાથી,
અહીં પોતાના જ રસ્તે નડી ગયા.
પ્રેમભર્યા સંબંધોથી  દૂર જ રહુ છું,
તેઓ પ્રેમ સાથે મસ્તી કરી ગયા.
ન્હોતી રાખી કમી વફામાં  છતા
નામ પોતાનું બેવફામાં લખી ગયા.'
દૂર રહેવામાં જ ભલાઈ છે 'નરેશ'ની
આકર્ષણમાં પરવાના પણ બળી ગયા.
-
ગોહેલ નરેશકુમાર ઃ પાલીતાણા

No comments:

Post a Comment