Pages

Wednesday, 17 April 2013

તો માનું!

બુઝાવવા પ્યાસ, પ્રિત્યુના કટોરા ન ચાલે,
સ્નેહનો સાગર છલકાવો તો માનુ,
એમ ક્ષણ ભરનો સાથ ન ચાલે,
જીવનસંગિ બની આવો તો માનંુ.
ખાલી નજરના પ્રેમથી દિલ શીદ માને,
તન મનથી અપનાવો તો માનંુ.
બની હવાની લહેર થઈ આવો તો ન ચાલે,
વા વંટોળ થઈ ઉમટો તો માનંુ.
અંધકારભરી આશિકોની જિંદગીમાં,
પૂનમનો ચાંદ થઈ આવો તો માનું.!
કિરીટ બી. પંડયા (ધામોદ- લુણાવાડા)

No comments:

Post a Comment