Pages

Monday 30 May 2011

પુછ્યુ છે ક્યારેય


·        વાદળે પુછ્યુ છે આકાશને ક્યારેય,
સુરજે પુછ્યુ છે પ્રકાશને ક્યારેય,

માઝીએ પુછ્યુ છે પતવારને ક્યારેય,
નદીએ પુછ્યુ છે સાગરને ક્યારેય,

અશ્રુઓએ પુછ્યુ છે આંખોને ક્યારેય,
પક્ષીઓએ પુછ્યુ છે સાખોને ક્યારેય,

પરવાનાએ પુછ્યુ છે શમાને ક્યારેય,
કવિએ પુછ્યુ છે કવિતાને ક્યારેય,

પતંગીયાએ પુછ્યુ છે ફુલોને ક્યારેય,
ચંદ્રમાએ પુછ્યુ છે ચાંદનીને ક્યારેય,

પુછ્યુ જો હોતહાકેનાકરવાને પ્રેમ,
એની વાત થતી હોત જગમા ક્યારેય...

-
નીશીત જોશી

યાદ આવે


·       હજુ પણ તમારી સતત યાદ આવે
હજુ રમેલી રમત યાદ આવે 

તમે આંસુઓને જે પાલવથી લૂછ્યાં
ભીની લાગણીની મમત યાદ આવે 

મહેકતા ફૂલોને હું જોવું છું જ્યારે
ગૂંથેલી તે માળા તરત યાદ આવે 

કહેવા ચાહું નામ તારું હું સૌને
પણ નક્કી કરેલી શરત યાદ આવે 

રગેરગ હું મહેકું છું તારે લીધે તો
પળેપળ વીતેલો વખત યાદ આવે 

*
મેઘબિંદુ*

Sunday 29 May 2011

Vah re Life


·         ઋણ ભૂલીશું ધરતી માત ના
ભૂલી જશું પોતાની જાત
વળી, ભૂલીશું કોઈક અભાગિયા
ભૂલીશું પ્રીત ની રીત
પણ કેમ રે ભૂલાય એક આટલું
કે કોક 'દી કરી હતી પ્રીત
કે કોક દિન કરી હતી પ્રીત,,,,,,,,- અજ્ઞાત
·         ધારો કે આંખ હોય કુવારી કન્યા
તો પાંપણે ફરક્યું તે કોણ ?
ધારો કે ફરક્યું તે નહિ કહું........ નું નામ
તો હોઠ પર મલક્યું તે કોણ?
ધારો કે મલક્યું તે અમથું ગુલાબ
તો યાદ જેવું મહેક્યું તે કોણ?
ધારો કે મહેક્યું તે અષાઢી આભ
તો મન મૂકી ને ગહેક્યું તે કોણ?
ધારો કે ગહેક્યું તે જોયા નું સુખ
તો સપના માં વરસ્યું તે કોણ?
ધારો કે વરસ્યું તે નીંદર નું રાજ
તો ઝબકી તરસ્યું તે કોણ?
ધારો કે તરસ્યું તે પરણ્યા નું મન
તો મન મહી થરક્યું તે કોણ?
હે સખી... નજરું માં સરક્યું તે કોણ................?
--જયેન્દ્ર શેખડીવાળા
·         રોજ રાત્રે છાને ખૂણે
ફૂલદાની રડે છે.
એને સમજાતું નથી કે
પોતે એવા તે ક્યાં પાપ કર્યા હશે કે
ફૂલોનું કબ્રસ્તાન બનવું પડ્યું ???
·         હું તને ક્યાં ચાહું છું ચાહું છું મારી જાતને
તું હજી સમજી નથી સીધીસાદી વાતને

કોણ છે મારું કે તારું, કોઈ ક્યાં છે કોઈનું
કોણ ઝીલે છે હ્રદય પર પારકા આઘાતને

હું છું હું છું, છે ભેદ કેવળ રૂપનો
હવા એક કરે છે વાત ઝંઝાવાતને

ફેંકશે પથ્થર તો પોતાનું માથું ફોડશે
ભાંડશે આદમ કહો શી રીતે આદમજાતને

- શેખાદમ આબુવાલા
·         આપણા માટે સમજદારી નથી
મારી વાતો સાચી છે, સારી નથી.
વાવના એકાંત વચ્ચે કાંકરી,
પાણી જેવી સાવ નોધારી નથી.
એક બે કિસ્સાથી હું બદનામ છું
મારી આખી રાત ગોઝારી નથી.
સૂર્ય છો ને ઊગ્યો અડધી રાતના!
ઓસના ફૂલોમાં કંપારી નથી.
દોડતા શ્વાસો અટકવા જોઇએ
મારી ઇચ્છા મારી લાચારી નથી.

- ચિનુ મોદી