Pages

Sunday 30 October 2011

પ્રીત : પ્રીતડી બાંધતાં રે મનડાં -રમેશ ગુપ્તા


પ્રીતડી બાંધતાં રે મનડાં કરજે ખૂબ વિચાર,
સુંદર મુખની મધુરી વાણી સત્ય નથી તલભાર;
પ્રીતડી બાંધતાં રે મનડાં કરજે ખૂબ વિચાર.
કરમાં વાગતી વીણા તારી તાલ-બેસૂરી થાશે,
મધુર મિલનનાં મધુર ગીતડાં તાલ-વિરહ બની જાશે;
પાછા સંધાતા નવ જોયા મેં વીણાનાં તાર…
પ્રીતડી બાંધતાં રે મનડાં કરજે ખૂબ વિચાર.
દિલનો દાવ લગાવ્યાં પહેલા પારખજે ખેલાડી,
ખેલાડી જો ચપળ હશે તો નહિ ચાલે તારી ગાડી;
મધદરિયે છોડીને તુજને ચાલ્યો જાશે પાર…
પ્રીતડી બાંધતાં રે મનડાં કરજે ખૂબ વિચાર.
વગર વિચાર્યું કરે માનવી, ભૂલ કરી પસ્તાય,
ગયો સમય પાછો નવ આવે, રુદન કરે શું થાય !
માટે ચેતાવું પહેલાથી તુજને વારંવાર…
પ્રીતડી બાંધતાં રે મનડાં કરજે ખૂબ વિચાર.
-રમેશ ગુપ્તા

પ્રીત: પ્રીતડી બાંધતા રે બંધાય ના -કવિ ?


પ્રીતડી બાંધતા રે બંધાય ના,
બંધન જન્મોજનમના ભૂલાય ના;
લખ્યું લલાટનું ના ભૂંસાય,
કે પ્રીતડી બાંધતા રે બંધાય ના.
સપનાં રોળાઈ ગયા, કાળજ કોરાઈ ગયા,
તારી જુદાઈમાં મનથી રુંધાઈ ગયા;
ઓ વ્હાલમા, તડકો ને છાંયો જીવન છે- નાહક મૂંઝાઈ ગયા.
કે પ્રીતડી બાંધતા રે બંધાય ના.
નયને નિંદર નથી, ક્યાં છું ખબર નથી,
દિલડાને જંપ હવે તારા વગર નથી;
ઓ વ્હાલમા, સંસારી ઘુઘવતા સાગરે ડુબવાનો ડર નથી.
કે પ્રીતડી બાંધતા રે બંધાય ના.
તારી લગન લાગી, અંગે અગન જાગી,
વિયોગી તારલીનું ગયું રે મન ભાંગી;
ઓ વ્હાલમા, વસમી વિયોગની વાટમાં લેજો મિલન માંગી.
કે પ્રીતડી બાંધતા રે બંધાય ના.
-કવિ ?

Friday 21 October 2011

પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં – હરીન્દ્ર દવે

પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં
જાણે મૌસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ
એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં
ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યાં
જાણે શ્રાવણના આભમાં ઉઘાડ થયો રામ
એક તારો ટમક્યો ને તમે યાદ આવ્યાં
જરા ગાગર છલકી ને તમે યાદ આવ્યાં
જાણે કાંઠા તોડે છે કોઇ મહેરામણ હો રામ
સહેજ ચાંદની છલકી ને તમે યાદ આવ્યાં
કોઇ ઠાલું મલક્યું ને તમે યાદ આવ્યાં
જાણે કાનુડાના મુખમાં બ્રહ્માંડ દીઠું રામ
કોઇ આંખે વળગ્યું ને તમે યાદ આવ્યાં
કોઇ આંગણે અટક્યું ને તમે યાદ આવ્યાં
જાણે પગરવની દુનિયામાં શોર થયો રામ
એક પગલું ઉપડ્યું ને તમે યાદ આવ્યાં
 – હરીન્દ્ર દવે

હું તને પ્રેમ કરું છું..

પ્રેમ કરું છું, હું તને પ્રેમ કરું છું,
જાણું નહીં કે કેટલો ને કેમ કરું છું.
વધતો રહે છે, સહેજ પણ ઘટતો નથી કદી
છલકાતો જાય છે, હું જેમ જેમ કરું છું.
હું તને પ્રેમ કરું છું..
દિવસો વીતી રહે છે તને જોઈ જોઈને,
રાતો પસાર હું જેમ-તેમ કરું છું.
હું તને પ્રેમ કરું છું..
ખીલતો રહું છું હુંય ને ખૂલતો જઉં છું હું,
ગમતું રહે છે જેમ તને હું તેમ કરું છું.
હું તને પ્રેમ કરું છું..
ભૂલીને ઘાટ જૂજવા એકાંતની ક્ષણે,
ઓગાળી એને હેમનું હું હેમ કરું છું.
હું તને પ્રેમ કરું છું..
- તુષાર શુક્લ

ક્યાં શોધું, --ઇન્દ્રજીતસિંહ વાઘેલા--

દિલમાં થતી લાગણીનો સ્પર્શ ક્યાં શોધું,
ઘાયલ અવસરમાં થતો હવે પ્રેમ ક્યાં શોધું,
દિલના તો વાયદા હતા ઘણા,
પણ હવે એ મુલાકાત ક્યાં શોધું,
અંધકારે આવીને ઉભો સુરજ તણું અજવાળું ક્યાં શોધું,
ચાહતની રંગીન ચાદરોમાં મીઠા સમાણા ક્યાં શોધું,
ખુદ પ્રેમી જ થયા પરાયા પછી,
પરાયામાં મારો પ્રેમ ક્યાં શોધું..

--ઇન્દ્રજીતસિંહ વાઘેલા--

Sunday 16 October 2011

કે હું પ્રેમમાં પડ્યો કે તું પ્રેમમાં પડી.. - તુષાર શુક્લ

( ઢળતા સૂરજની સામે સમંદરની રેતમાં… )
 -----------------------------------------------------------------------------
ના તને ખબર પડી, ના મને ખબર પડી,
કે હું પ્રેમમાં પડ્યો કે તું પ્રેમમાં પડી;
કારણમાં આમ કઇ નહીં, બે આંખ બસ લડી,
ને હું પ્રેમમાં પડ્યો કે તું પ્રેમમાં પડી.
બંનેના દિલ ઘડકતા હતા જે જુદા જુદા,
આ પ્રેમ એટલે કે એને જોડતી કડી;
શરમાઈ જતી તોય મને જાણ તો થતી;
મારી તરફ તું જે રીતે જોતો ઘડી ઘડી.
હૈયું રહ્યું ન હાથ, ગયું ઢાળમાં દડી;
મેળામાં કોણ કોને ક્યારે ક્યાં ગયું જડી.
ઢળતા સૂરજની સામે સમંદરની રેતમાં
બેસી શકે તો બેસ અડોઅડ અડીઅડી;
મારા વિના ઉદાસ છું તે જાણું છું પ્રિયે
મેં પણ વિતાવી કેટલી રાતો રડી રડી.
મેં સાચવ્યો ’તો સોળ વરસ જે રૂમાલને;
તું આવ્યો જ્યાં નજીક ને ત્યાં ઉકલી ગઇ ગડી.
-તુષાર શુક્લ

તેં પથ્થર પસંદ કેમ કર્યો ? - અવિનાશ વ્યાસ

તેં પથ્થર પસંદ કેમ કર્યો?
અરે કે’ને ઓ કરુણાના સાગર,
અને કોણે જઇ પાષાણ ભર્યો?
તેં પથ્થર પસંદ કેમ કર્યો?
વાયુ વાદળ સૂરજ ચંદર
વ્યોમ ભોમ પાતાળની અંદર
હોય ભલે મસ્જિદ મંદર
સત્વ તત્વમાં તું જ નિરંતર
તો યે નિરાકાર આકાર ધરી
અરે ઠરી ઠરી પાષાણ ધર્યો
ભાવે સ્વભાવે નોખો ન્યારા
ફૂલને પથ્થર વચ્ચે
તો યે તારી સંગ સદંતર
ફૂલ ઉપરને તું અંદર
કદી ફૂલ ડૂબે પથ્થર નીચે
આ તો ફૂલ નીચે પાષાણ મર્યો
તો પથ્થરનું હૈયું ખોલીને
મંદિરભરની મૂર્તિ ડોલી
શીલાનો શણગાર સજી
અરે સર્જનહાર હસી ઉઠ્યો
સાંભળ ઓ મનગમતા માનવ,
મેં પથ્થર પસંદ કેમ કર્યો !
કે રામ બનીને માનવકુળમાં
જ્યારે હું જગમાં ઉતર્યો’તો
ત્યારે ચૌદ વરશના વનના વાસે
વન ઉપવન વિશે વિચર્યો
ત્યારે ચરણનીચે ફૂલ ઢગ જેને કચર્યો
એને આજે મેં મારે શિર ધર્યો
સાંભળ ઓ મનગમતા માનવ,
મેં પથ્થર પસંદ કેમ કર્યો !
અને હરણ કરી મારી સીતાનું
જ્યારે રાવણ લંકાપાર ગયો
ત્યારે કામ ન આવ્યું કોઇ મને
આ પથ્થરથી પથ્થર ઉગર્યો
અને એક જ મારા રામનામથી
આ પથ્થર સાગરપાર તર્યો
સાંભળ ઓ મનગમતા માનવ,
મેં પથ્થર પસંદ કેમ કર્યો !
- અવિનાશ વ્યાસ

દિવસો જુદાઈના જાય છે - ગની દહીંવાલા

દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી:
મને હાથ ઝાલીને લઈ જશે, હવે શત્રુઓ જ સ્વજન સુધી.
ન ધરા સુધી,ન ગગન સુધી,નહી ઉન્નતિ,ન પતન સુધી,
અહીં આપણે તો જવુ હતું, ફકત એકમેકના મન સુધી.
હજી પાથરી ન શકયું સુમન પરિમલ જગતના ચમન સુધી,
ન ધરાની હોય જો સંમતિ, મને લૈ જશો ન ગગન સુધી.
છે અજબ પ્રકારની જીદંગી, કહો એને પ્યારની જીદંગી ;
ન રહી શકાય જીવ્યા વિના, ન ટકી શકાય જીવન સુધી.
તમે રાંકનાં છો રતન સમાં, ન મળો હે અશ્રુઓ ધૂળમાં,
જો અરજ કબૂલ હો આટલી તો હદયથી જાઓ નયન સુધી.
તમે રાજરાણીનાં ચીર સમ, અમે રંક નારની ચૂંદડી !
તમે બે ઘડી રહો અંગ પર, અમે સાથ દઈએ કફન સુધી.
જો હદયની આગ વધી ‘ગની’, તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી;
કોઈ શ્વાસ બંધ કરી ગયું, કે પવન ન જાય અગન સુધી.
- ગની દહીંવાલા

Monday 10 October 2011

પ્રિત નું સરનામું

પ્રિતને વળી સરનામું ન હોય,
એનું ઠામને ઠેકાણું ન હોય,
ન હોય કોઇ નિયમ કે ધારો,
અહિં સ્વાર્થ નું કોઇ કામ ન હોય……
શક્ય છે કે લુટાઇ જશે,
બધું આ દિલના દરબારમાં,
ન હોય જ્યાં બાકી કોઇ ખજાનો,
મુંગા ચોરાયા શિવાય કોઇ ચારો ન હોય……
ભક્તિ કેરું નામ છે પ્રિત,
વિરહની ઉજળી ભાત છે પ્રીત,
ન હોય મિલન ના અધીકારો,
ભુલવાને શક્ય અહીં એવો અવકાશ ન હોય……
………kjp….kusum.

પૂછજો મને

છોને સૌ ચાલ્યા જતા., કોક તો જો જો મને .
માળથી ખરી પડેલ હું મોતી ,કોક તો વિણજો મને.
દિન ભાનું ન ચળકતો હું આભમાં ,
અસ્તના પ્રકાશમાં, કોક તો નિહરજો મને.
…છાયા પડી ભ્રમર મુજ પર,
કુસુમ ગણી કોક તો ગુંથજો મને.
હરણ થાય છે ચીર મારા ,
ક્રુષ્ણ બની કોક તો સુણજો મને.
હોડી મારી વમળમાં ગુમી રહી,
છીપ બની કોક તો ઝીલજો મને.
પ્રેમ મીઠી બુંદ ન પામી હું અહીં,
સાગર તણા નીર કોક તો ધરજો મને.
તસવીર મારી આ નથી, હું શું વાંક લઉ તકદિરનો?
પડછાયામાં પડે નજર, કોક તો ગોતજો મને.
ઉભી હતી જ્યાંથી,બધા રસ્તા વળી ગયા,
ક્યાં જાવું છે તમને ? કોક તો પુછજો મને.
……..kjp…kusum.

તું અને હું

’તું’ અને ‘હું’,
‘હું’ અને ‘તું,’
‘હું’ અને ‘તું’ માં કેટલો ફેર છે ??
હું તારા માટે જીવું છું ,
પણ તું ‘હું’ જ બની જીવે છે.
તારા ‘હું’ માં અને મારા ‘હું’ માં ઘણું અંતર છે,
તારો ‘હું’ ફક્ત તારી માટે જ છે,
ને,
મારો ‘હું’ તને સમર્પિત છે.
હવે તારી પાસે બબ્બે ‘હું’ થઇ ગયા.!!!
એકલી તો હું થઇ ગઇ ‘હું’ અને ‘તું’ હોવા છતાં
…….kjp…kusum. Kusum Patel

વહેતા પવન નિ વાટ

.તારી ફરિયાદ માં પણ એક “યાદ” છે,
વહેતા પવન નિ વાટ છે
સ્પર્શ છે, સુગંધ છે
યાદ માં ઉમંગ છે
છોડી ગયા છે એ
મ્હેંકે છે આસપાસ
સમીર માં છે સ્પર્શ
યાદ માં છે એક હર્ષ
છોડી જવાની વાત  ક્યાં
છુટ્ટા પડ્યા નો વાદ ક્યાં, વિવાદ ક્યાં?
સુગંધ અને સ્પર્શ ને , વિવેક નિ બસ વાટ છે.
જનક દેસાઈ ૦૯/૧૩/11

સત્કારનિ ખામી

આવી ને ભલે તું, નિરાશ થઇ છે
પૂરી કરું કદી, આવકાર માં ખામી રહી જે

પ્રાણ છે
પ્રેમ છે
હ્રીદીયું બેચૈન છે

વ્હાલ છે
ખ્યાલ છે
વ્હાલા પણ બેચૈન છે 

અહંકાર હતો મુજને, ને આવકાર દીધો નહિ
લલકાર હતો જે પ્રેમ નો, માણી શક્યો નહિ

જળ હતું
કમળ હતું
કમળ નું બળ હતું

પાંપણ હતી
નમી હતી
પ્યાર નિ નિશાની હતી 

પ્રેમનો વ્યવહાર એ હું જાણી શક્યો નહિ
ને માની લીધુ કે એના દીધેલ સત્કારમાં, ખામી રહી ગઈ 

મિત છે.
પ્રીત છે..
પણ મન બેચૈન છે

દઉં દીલાશો.
ખુલાશો કરું
શબ્દો ને ક્યાં ભાન છે?

રહે પ્રયત્ન મારો, હવે, ઝોળી ભરતો રહું.
ઘોળી દઉં પ્રેમ થી, જે વંચિત રહી ગઈ  

જનક દેસાઈ ૦૯/૧૩/૧૧

Saturday 8 October 2011

આખી જિંદગી એમાં રડવું અને લડવું પડે છે.

પુજાવવા માટે પ્રભુએ પણ પથ્થર બનવું પડે છે.
પ્રકાશવા માટે દિવાએ પણ રાતભર બળવું પડે છે.
કાંઇ લીધા વગર આ દુનિયામાં કયાં કોઇ આપે છે.
ફૂલ થતાં પહેલાં બીને માટીમાં મળવું પડે છે.
બે-ચાર જામ વધારે આપ જે સાકી કે,
શરાબી બનવા માટે લથડવું પડે છે.
જીવતે જીવ કયાં કોઇ અમર થયું છે દુનિયામાં,
માણસે અમર થવા માટે પણ મરવું પડે છે.
ડુબતા સુરજે કાનમાં કહ્યું હતુ કે દોસ્ત,
રોજ ઉગવા માટે મારે રોજ આથમવું પડે છે.
પ્રેમ અને યુધ્ધમાં કયાં કોઇ કાંઇ મેળવે છે,
આખી જિંદગી એમાં રડવું અને લડવું પડે છે.

Saturday 1 October 2011

દિલ પૂછે છે મારુ

દિલ પૂછે છે મારું ,
અરે દોસ્ત તું ક્યાં જાય છે ?
જરાક તો નજર નાખ સામે
કબર દેખાય છે .
ના વ્યવહાર સચવાય છે ,
ના તહેવાર સચવાય છે ;
દિવાળી હોય ક હોળી બધુ
ઓફિસ માં જ ઉજવાય છે .
આ બધુ તો ઠીક હતું પણ હદ તો ત્યાં થાય છે ;
લગ્ન ની મળે કંકોત્રી
ત્યાં સીમંતમાં માંડ જવાય છે .

દિલ પૂછે છે મારુ , અરે દોસ્ત તું ક્યાં જાય છે ?
પાંચ આંકડા ના પગાર છે ,
પણ પોતાના માટે પાંચ
મિનિટ પણ ક્યાં વપરાય છે .
પત્ની નો ફૉન ૨ મિનીટ
માં કાપીયે પણ કસ્ટમર
નો કોલ ક્યાં કપાય છે .
ફોનબુક ભરી છે મીત્રોથી પણ કોઈનાય ઘરે ક્યાં જવાય છે ,
હવે તો ઘરના પ્રસંગો પણ
હાફ – ડે માં ઉજવાય છે .

દિલ પૂછે છે મારુ , અરે
દોસ્ત તું ક્યાં જાય છે ?
કોઈ ને ખબર નથી આ રસ્તો
ક્યાં જાય છે ;
થાકેલા છે બધા છતા ,
લોકો ચાલતા જ જાય છે .
કોઈક ને સામે રૂપિયા તો
કોઈક ને ડોલર દેખાય છે ,
તમેજ કહો મિત્રો શું
આનેજ જિંદગી કહેવાય છે ?

દિલ પૂછે છે મારુ , અરે
દોસ્ત તું ક્યાં જાય છે ?
બદલાતા આ પ્રવાહમા
આપણા સંસ્કાર ધોવાય છે ,
આવનારી પેઢી પૂછસે
સંસ્કૃતી કોને કહેવાય છે ?
ઍક વાર તો દિલને સાંભળો ,
બાકી મનતો કાયમ મુંજાય છે .
ચાલો જલ્દી નિર્ણય લૈયે
મને હજુ સમય બાકી દેખાય છે .

દિલ પૂછે છે મારુ , અરે
દોસ્ત તું ક્યાં જાય છે ?
જરાક તો નજર નાખ , સામે કબર દેખાય છે.
-Unknown

ફરીયાદ

જીવન માં જસ નથી, પ્રેમ માં રસ નથી; દુનિયા માં કસ નથી,
જાવું છે સ્વર્ગ માં, પણ એની કોઇ બસ નથી.

દિલ ના દર્દો ને પિનારો શું જાણે, પ્રેમ ના રીવાજો ને જમાનો શું જાણે;
છે કેટલી તકલીફ કબરમાં, તે ઉપરથી ફૂલ મુકનારો શું જાણે!

જીદગીને જીવવાની ફિલસુફી સમજી લીધી, જે ખુશી આવી જીવનમાં,
આખરી સમજી લીધી!

શું કરું ફરીયાદ તારી, ફરીયાદ માં યાદ છે. ફરી ફરી ને યાદ તારી,
એજ મારી ફરીયાદ છે! (--Unknown)