Pages

Friday 27 April 2012

યાદ


તારી યાદમાં ઠંડી વહી ગઈ
તને મળવાના ખ્વાબમાં
આપણા મિલનની વાત રહી ગઈ
તારી જૂલ્ફોને જોવામાં
તારામૈત્રકની વાત રહી ગઈ
તને મળવાની રાહમાં
સમયની ઘટમાળ ચાલી ગઈ
સ્નેહ ભીના સ્પર્શમાં
દિલની દોર બંધાઈ ગઈ
આપણા પ્રેમની ઠંડી વાતો
હમણા બધે ફેલાઈ ગઈ.
જગદીશ ઝાપડિયા
(શિવરાજપુર જસદણ)

અહેસાસ


કોઈ એવું છે જેને મળવાનું મન થાય છે
કોઈ એવું છે જેના સ્પર્શનો અહેસાસ થાય છે
જેમ પવનના લહેરથી ફુલોની ખુશ્બુ રેલાય..
તેમ તેના બદનની સુવાસ મારા હૃદયમાં ફેલાય છે
જેમ દરિયામાં ઉછળતા મોજા ધૂમરાટ કરે...
તેમ તેના દિલની વાત મારા મનમાં ધૂમરાટ કરે છે.
એવું કોણ છે જેના મહેસુસ માત્રથી
હૃદય એકદમ પૂલકિત થઈ જાય.
જેની કલ્પના માત્રથી મન એકદમ
ફૂલોની જેમ ખીલી ઊઠે છે
એવું લાગે છે જાણે પંખીઓનો
કલરવ તેનો સંદેશો લાવ્યા હોય.
હા, કોઈક એવું છે જેને મળવા
મન બેચેન બનેલું છે
હવે એવું લાગે છે કે તે દિવસ દુર નથી
જ્યારે બે દિલ એક થશે..
વૈશાલી પટેલ
(લવાછા વલસાડ)

એક જ આધાર


નાવને કિનારો મળી ગયો
જહાઁરબનો આધાર મળી ગયો.
પુષ્પને લતાનો સહારો,
ફોરમને પવનનો આધાર,
પતઝડને વસંતનો સહારો,
બહારોને કૂંજનો આધાર મળી ગયો.
પંખીને પાંખનો સહારો,
વિહરવા હવાનો આધાર,
સંઘ્યાને રંગોનો સહારો,
ઇન્દ્ર ધનુષ્યને નભનો આધાર મળી ગયો.
ઝરણને સાગરનો સહારો,
વમળને લહેરોનો આધાર,
મોતીને છીપનો સહારો,
ઓટને ભરતીનો આધાર મળી ગયો.
શબ્દને સૂરનો સહારો,
મહેફિલને સંગીતનો આધાર,
દર્દને ગઝલનો સહારો,
ગીતને જામનો આધાર મળી ગયો.
નાવને કિનારો મળી ગયો,
જહાઁરબનો આધાર મળી ગયો.
ચૌધરી નારસંિગ આર.
(માંડવી-સુરત)

જતાં રહ્યાં કેમ?


સપના સજાવ્યા તારી સાથે અમે
કેમ એકલા છોડી ગયા છો મને
ભરોસો આપી દિલ લઈ લીઘું તમે
બેહાલ કરી દિલને છોડી ગઈ મને
કોલ આપ્યા હતા સાથે રહેવાના તમે
દર્દ આપી દિલને રડાવી ગયા મને
ખુશીમાં પણ આંસુ છોડી ગયા તમે
આઘાત આપી મનને મારી ગયા મને
મઘુર રાતમાં દર્દ આપી ગયા તમે
અમાસની રાતમાં તડપાવી રહ્યા મને
કેમ દિલને તોડી જતા રહ્યા તમે
કાહિલ બનાવી ગુમરાહ કરો છો મને
જાણી લો વાત આજ હિતની તમે
જાન જતી રહેશે ત્યારે રડશો નહિ મને
હિતેશ મહેતા
(મોરબી)

ઝરૂખો


‘‘ઝરુખાની મહેફિલ પર
ચાંદ બની તું મલક્યા કરે
જાણે ભવોભવની તરસ છીપાવવા
મૃગ બની તું ભટક્યા કરે
સૂર-તાલની મહેફિલ પર
ગીત બની તું છલક્યા કરે
જાણે હૈયાના કોરા કાગળે
ગઝલ-બની તું મલક્યા કરે
છે જીત પ્રીતની
દુઃખ માં પણ તું મહેક્યા કરે
એક સાર શોધવા પ્રીતનો
આમહુંને તું ભટક્યા કરે
પરોઢના ઉજાસે ઝાકળ
બંિદુબની તું છલક્યા કરે
ને તળકે બચવા રજની
ચાંદ બની તું છટક્યા કરે
હતું બે ઘડીનું સ્વપ્નરાધે
સ્વપ્નમાં તું ભટક્યા કરે
ઝરુખાની મહેફિલ પર
ચાંદ બની તું મલક્યા કરે
ને હવે તારા વિનાના ઝરુખે
ઘુળધાણીની ધજા ફરક્યા કરે...?’’
પ્રણામી અનિલરાધે
(મોડાસા, સાબરકાંઠા)