Pages

Saturday 17 September 2011

જીવન શું છે વળી ?

ક્યારેક આ જીદગી હસાવી જાય છે,
ક્યારેક આ જીદગી રડાવી જાય છે.
ના પુર્ણવીરામ સુઃખો મા ના પુર્ણવીરામ દુઃખો મા,
જ્યા જુઓ ત્યા આ જીદગી અલ્પવીરામ મુકી જાય છે....
જીદંગી જાણે કેટલા વળાંક આપે છે!
દરેક વળાંક પર નવા સવાલ આપે છે,
શોધતા રહીયે આપણે જવાબ જીદંગી ભર,
જવાબ મળે તો જીદંગી સવાલ બદલી નાંખે છે...!
જીવનની કોઇએ મને
ટુંકી વ્યાખ્યા પુછી કે
જીવન શું છે વળી ?
જીવન એક ખેલ છે દોસ્ત, પણ જીવવાની રમત રમવી
એ અઘરી એટલી હદે છે કે લોકો દોસ્તીનો સહારો લે છે

Thursday 8 September 2011

દિલના દસ્તાવેજમાં - નીશીત જોશી

દિલના દસ્તાવેજમાં લખેલુ સૌને વંચાવાતુ નથી,
જેને માટેનો છે તેને પણ વધારે સમજાવાતુ નથી,
લખાણ હોય લાંબુ લચક 'ને અક્ષર પણ અજાણ્યા,
હર શબ્દોનુ વજન જગના હિસાબે ઘટાડાતુ નથી,
અઢી અક્ષર કહેવા કરતા હોય લખવા બહુ સહેલા,
લખાણ કોના માટેનુ એ લખ્યુ સૌને જણાવાતુ નથી,
માળાને ડાળથી ઉખાડવાના મનસુબા કદાચ હોય,
પણ પ્રેમપંખીડાના હ્રદયથી પ્રેમઘર ઉખાડાતુ નથી,
સફરના રસ્તાથી અજાણ્યા છતા રહે છે ચાલતા જ,
હમસફર બનાવી સૌને પથરાળ પથે ચલાવાતુ નથી,
અંતરની આ ઉર્મીને સાંચવી કેટલો વખત સંઘરવી,
ઋણાનુબંધન બધા સંગ એક રીતે જ જળાવાતુ નથી,
ઘણા હોય છે ભુલકણા 'ને ઘણા રમીને ભુલી જનારા,
હર ભુલકાઓને તેનુ પ્રેમ પ્રકરણ યાદ કરાવાતુ નથી.
--- નીશીત જોશી

અમે પૂછ્યું: -રમેશ પારેખ

દરિયામાં હોય તેને મોતી કહેવાય છે,
તો આંખોમાં હોય તેને શું?
અમે પૂછ્યું: લે બોલ હવે તું..

પંખી વછોઈ કોઈ એકલી જગ્યાને
તમે માળો કહેશો કે બખોલ?
જોવાતી હોય કોઈ આવ્યાની વાટ ત્યારે
ભણકારા વાગે કે ઢોલ?

બોલો સુજાણ, ઉગ્યું મારામાં ઝાડવું કે
ઝાડવામાં ઉગી છું હું?
અમે પૂછ્યું: લે બોલ હવે તું..

ઊંચી ઘોડી ને એનો ઊંચો અસવાર:
એના મારગ મોટા કે કોલ મોટા?
દરિયો તરવાની હોડ માંડે તો
દરિયાનું પાણી જીતે કે પરપોટા?

સૂરજ ન હોય તેવી રાતે ઝીંકાય છે
એ તડકાઓ હોય છે કે લૂ?
અમે પૂછ્યું: લે બોલ હવે તું....
-રમેશ પારેખ

તારા જ રહીશું

તારા જ છીએ, તારા જ રહીશું,
કહીએ છીએ, કહેતા જ રહીશું,
ભૂલી ને અમે ખુદને,
તને યાદ જરૂર કરીશું,
સ્વર્ગ મળે યા નર્ક મળે,
... તારી સાથે સાથે જ રહીશું.
જતા-જતા જો મૃત્યુ મળે તો,
મૃત્યુ ને અમે ઓખે ધરીશું.
મરતા જો બાકી રહે જીન્દગી તો,
બધી તારા નામે જ કરીશું,
મૃત્યુ સુધી તો તારા જ છીએ,
મૃત્યુ બાદ પણ ...
તારા જ રહીશું