Pages

Saturday 10 August 2013

બની પરી સદા તું સોહાય

લખતાં સૌંદર્ય પર તુજ તો,
સાગર પણ ખૂંટે સ્યાહીનો.
કાવ્યે નિરૃપું હું કંઈ રીતે?
શબ્દો પ્રશંસાના ખૂંટે સાહિત્યે.
છતાં ગાગરથી સાગર ઉલેચવાનો,
ભગીરથ પ્રયાસ એક કરી લઉં.
પ્રાતઃકાળે પંખી મધૂર કલરવે,
ગાય મીઠા તુજ રૃપ ગુણગાન.
રસપાન કરી સૌંદર્યનું તુજ,
નીત્ય સૂરજ સવાર બનાવે.
ઢળતી સંધ્યાના રંગોમાં પણ,
બની સાત રંગ તુ સમાય.
સમી સાંજે રજનીગંધા ફૂલે,
બની મ્હકે મંદ-મંદ તૂ મ્હેકાય.
નીરવ રજનીએ ચંદ્રકળશથી,
બની શીત ચાંદની તૂ ઢોળાય.
કલ-કલ વહેતા શીતળ ઝરણે,
બની મધૂર ગીત તૂ રેલાય.
અષાઢ મહીને ભરચોમાસે,
બની ઘટા ઘનઘોર તૂ ઘેરાય.
સવાર-સાંજ અને દિવસ-રાત,
બની પરી સદા તું  સોહાય.
સૂરજ મકવાણા
(
વડોદરા)

એકલો છું...

આજે નથી હું એમના સાથમાં કે નથી સંગાથમાં,
છતાં આજે એકલો છું જોઈને એમની વાટમાં.
આજે નથી હું એમના સમણામાં કે નથી ભ્રમણામાં,
છતાં આજે એકલો છું એમના સ્નેહનાં ઝરણામાં.
આજે નથી હું એમના ક્ષણમાં કે નથી મનમાં,
છતાં આજે એકલો છું મારા ઉપવનમાં.
આજે નથી ''ચાંદ'' પુનમમાં કે નથી અમાસમાં,
છતાં આજે એકલો છે અંધકારમય આકાશમાં.
આજે નથી હું એમના મિતમાં કે નથી મિલનમાં,
છતાં આજે એકલો છું એમના સુના વિરહમાં.
આજે નથી હું એમના જીવમાં કે નથી જીવનમાં,
છતાં આજે એકલો છું એમની આવી રીતમાં.
પિપળીયા શૈલેષ ડી.
(
ગામ-નાનીવાવડી, તા-રાણપુર)

કંઈક યાદ છે તને ?...

''સૂના'' અતીત  તણી ''કૃપા'' યાદ છે મને,
સૂના-અતિતનો વિતેલો વખત, હજી યાદ છે મને.
પ્રથમ મિલન અને મુલાકાત યાદ છે મને,
આંખોથી થઈ હતી જે વાત આપણી યાદ છે મને.
અંતરથી મળતા નિરંતર, યાદ છે મને,
અંતર મધ્યે ધબકતા નિરંતર યાદ છે મને.
કૃપા પ્રણયની ગુલાબી મોસમ યાદ છે મને,
સૂના અતીતની મહેંકતી ફોરમ યાદ છે મને.
અતીત પ્રણયની કલ્પના પણ યાદ છે મને,
સાત જન્મોના સાથની ઝંખના   યાદ છે મને.
અતિત કેરા પ્રણયની એક-એક ક્ષણ ઔયાદ છે મને,
સમય આને ભાગ્યની કસોટી પણ યાદ છે મને.
વફા કેરા સઘળા મુજ પ્રયત્નો યાદ છે મને,
પામી શક્યોના તુજ ને હું, યાદ છે મને.
પામવું પામવું, ભાગ્ય તણા લેખ છે,
કોઈ એક જન્મ તુજ સંગ-સંગ આશ છે મને!
''
કૃપા જીવન'' ''સૂના અતીત'' કેમે ભૂલું તુજને?
''
કૃપા-હૃદય'' ધબકાર તું, યાદ છે મને.
સૂના હૃદયની વેદના ''સહિયર'' તણો સંગાથ!
સૂના અતીત  તણી ''કૃપા'' કંઈક યાદ છે તને?...
કંઈક યાદ છે તને?...
કૃપાકિરણ પટેલ
(
માંડવી, જી-સુરત)