Pages

Wednesday 31 October 2012

બદનામ પ્યાર


ભરી મહેફિલમાં આજે કોઈ બદનામ કરી ગયું,
પ્યારની સાથે પ્યારથી કોઈ મજાક કરી ગયું.
મળવાનો વાયદો આપી પથમાં કોઈ રાહ દેખાડી ગયું,
અમારા પ્યારમાં આજે કોઈ દિલ બહેલાવી ગયું.
અમૃત દેખાડીને અમને વિષ પાઈ ગયું,
હાથમાં લઈ વિશ્વાસ વિશ્વાસઘાત કરી ગયું.
જેમની યાદોમાં રડી હતી આંખો રાત-દિવસ,
યાદોની કોઈ ચિતા જલાવી ગયું.
દિલ અમારુ બાળીને રાખ લઈ ગઉં,
મુરલીની હસતી- ખેલતી દુનિયામાં,
ભરી વર્ષાએ આગ લગાડી ગયું.
- બાબરિયા કિશોર (પાલીતાણા)

દિલની વાત


યાદ કરુ છું બસ તુજ ને દિવસ અને રાત
હવે કેમ કહું તને મારા દિલની વાત
શું તુંજ નથી ચાહતી આપણે એક થઈએ.
એક દિવસ ભેગા બેસી અને દિલની વાત કહીએ
દિવસોને વિતતા ક્યાં વાર લાગે છે
અમર પ્રેમની ભુખ ક્યાં ભાગે છે.
જોઉ છું હવે દિવસ રાત તારા સપના
હવે તો બસ તારા સ્નેહ મિલનની છે ઝંખના
તારી સાથે પ્રેમના બંધને બંધાણો છું
પ્રેમરૂપી મહાસાગરમાં વચ્ચોવચ્ચ અટવાણો છું.
અલૌકિક પ્રેમની બે ચાર લીટી હું પણ લખી લઉં
શું હાલ થાય છે પ્રેમીઓના થોેડુંક હું પણ શીખી લઉં
‘‘કેવીન’’ ચાલને ઘડીક કહીએ દિલની વાત
યાદ કરુ છું બસ તુ ને દિવસ રાત.
કેવિન ડોરૂ (નાની તુંબડી - કચ્છ)

શાને રડવા નીકળી

જંિદગીને શું જાણી હતી ને શું નીકળી
જાણ હોવા છતાં અજાણ નીકળી.
સુખની સહાનુભૂતિ થઈ નથી હજી,
દુઃખોની કૂંપળો ક્યાંથી ફૂટી નીકળી.
સાંભળી હતી દુઃખોની જે વાતો બધી,
લાગે છે વાતો બધી મારી નીકળી.
ચિતરવા બેઠો કોઈ સુરાંગના હું
ઘ્યાનથી જોયું તોે તારીજ તસ્વીર નીકળી.
ફાયદો શું? ગઝલ લખવાનો ‘‘પરી’’
મારી ગઝલ શાને રડવા નીકળી.
-
પ્રણામી રજનીકાન્ત ‘‘રાજન’’ (બામણવાડ)