Pages

Wednesday, 31 October 2012

પ્રેમની ખુશી શું ચીજ છે


હૃદય આપીને સમજાયું, જંિદગી શું ચીજ છે,
પ્રેમ કહેવાય છે કોને અને, આસક્તિ શું ચીજ છે,
ગાલોના ખંજન અને, બાહોેં સંગેમરમરી,
આપને મળી, બંને વાતો સમજાઈ ગઈ,
તડકો કોનું નામ છે અને ચાંદની શું ચીજ છે,
તમારી ચંચળતાએ વિવિધ રૂપ ખીલાવ્યાં આપના,
તમારી આંખોએ નશીલા, જામ પિવડાવ્યા મને,
હોંશ ગુમાવીને મેં જાણ્યું બેહોશી શું ચીજ છે,
એમ અનુભવાય છે કે રસ્તો સાચો છે સનમ,
હું છું તારો, તું છે મારી ભવેભવની સંગાથી,
મનમેળ વિના કોઈ કેમ જાણે, પ્રેમની ખુશી શું ચીજ છે.
હૃદય આપીને સમજાયું જંિદગી શું ચીજ છે,
પ્રેમ કહેવાય છે કોને અને, આસક્તિ શું ચીજ છે,
- રૂષિ કાગળવાળા (વાંદરા - મુંબઈ)

No comments:

Post a Comment