સંજોગોની ઓથમાં એકાંત ભટકે,
આશા મિલનની ઉગશે સૂરજ ને.
હૈયાની ભીંત પર કોતરાયેલ નામ,
હૃદય હૃદય વચ્ચે આકર્ષણને
સંબંધોની યાત્રાથી કંટાળી ગયો,
ભડકી ભાવના ભીતર ભંડારીને.
બંધનમાં ન હોત જો શબ્દો તીર,
લખી નાખી હોત હૈયા ની વાત ને.
તારલાની સાથે જાગું રાતભર.
પંપાળ્યા કરું પ્રીતમની યાદને.
વાગોળી યાદોને શક્તિ મેળવીશ,
આંસુથી સીંચીશ આ પ્રેમને.
‘‘સખી’’ દર્શિતા બાબુભાઈ શાહ (અમદાવાદ)
No comments:
Post a Comment