Pages

Friday, 26 October 2012

શબ્દો સહજ પડે છે...



કારણ વિના પણ કલમ ઉપડે છે,
કોઈ ભવ્ય સ્મરણોના વમળ ઉછળે છે.
દુનિયાદારીના રૂપ નીખરે બનાવટી રોજ કેવા,
કોઈ નિર્દોષ ખ્યાલે તરત ઝાંખા પડે છે.
કોઈના નિર્મળ સંસર્ગનું
છવાય સામ્રાજ્ય, ને દેખાવ બધા દંભના
જાણે હેઠા પડે છે.
સાદગી, સૌંદર્ય ને સમર્પણ સહજ જેને,
ને ઉપમાન બધા એને ઓછા પડે છે.
મોસમની મનમજા બસ, રીતે વ્યાપે,
ને પછી કલ્પનાને શબ્દો સહજ પડે છે.
જગમાલ રામસુવાસ’ (મુ.ખોરાસા-ગીર)

No comments:

Post a Comment