કોઈ પૂછે કારણ મારી બરબાદીનું
કહી દેજો મેં સાચો પ્રેમ કર્યો છે,
હતો વિશ્વાસ કે મારી જ બનીને
રહેશે લોકો કહેતા
હતા તને વહેમ થયો
છે, જેને જિંદગી
સમજવાની ભૂલ
કરી
એ જ મારી
બરબાદીનું
કારણ બની,
પ્રેમની પટ્ટી બંધાઈ હતી આંખો પર
શું કહું ચાહતમાં વિશ્વાસઘાત થયો છે,
રહેશે જિંદગીભર નિશાન ઝખ્મોના
એ બેવફાએ પ્રેમમાં એવો ઘાત કર્યો છે,
જીવી નથી શકતો નાકામી સાથે
આ 'ખુશનસીબ' એવો મજબૂર થયો છે,
કબર પણ ભીંની છે મારી
લાશ પણ અશ્રુ વહાવે છે,
કરું છું જેને ભૂલવાની કોશિશ
એ દર્દ બની યાદ આવે છે.
સુનીલ એસ પારવાણી (ગાંધીધામ)
No comments:
Post a Comment