Pages

Friday 26 October 2012

મકામ નથી મળતો



ભટકું છું આમ-તેમ,
શોઘું છું હું તુજ ને,
રસ્તો નથી મળતો,
ભજે છે તુંજને લોક રાત-દિ
હે ઈશ્વર! પણ,
તમને ભજતો શ્રઘ્ધારૂપી,
નિઃસ્વાર્થ માણહ નથી મળતો,
પડ્યાં છે પગલાં રસ્તે, તારાં કે કોનાં?
પાડીને છોડી જનાર,
ખોવાયેલ ‘‘હેલીક’’ નથી મળતો,
મળે છે બંધ આંખોમાં સ્વપ્ન બની તું,
અંધકારમાં મળેલ મારો મનસખો,
ત્યાં પહોંચવાનો મકામ નથી મળતો...
ભરત કાપડીયા (હેલીક) (કલાપીનગર)

No comments:

Post a Comment