Pages

Tuesday 16 October 2012

મિલનની મૃદુતા



બહુજ સુંદર લાગે છે. અવની, ગગન, પ્રકૃતિ અને તું,
આપણે આસપાસ છીએ દૂર છે ચંદ્ર અને તારા,
સત પૂછો તો મનને જૂઠાં લાગે છતાં છે સૌનાં પ્યારા,
પરંતુ સાચી લાગે છે, અવની, ગગન, પ્રકૃતિ અને તું,
યાદ વસંતની આવે છે, બાગ, ઝરણાં, પુષ્પ અને તું,
બાગમાં પગલાં પાડીએ છીએ, ગુલાબની ડાળીઓ ચૂમે
કદમ તમારાં, દ્રશ્ય નિહાળતાં વૃક્ષ-પાન, લાગે સૌને
વહાલાં,છતાં આકર્ષક છે, બાગ ઝરણાં,
પુષ્પ અને તું
આમ સૌથી રોજ છૂટા પડશું અમે,
બેચેન કુદરતી સૌંદર્યને રોજ, યાદ આવશે તું,
જોઈ પેલી કાળી વાદળીઓ,મુખ પર વીંટળાશે ઝુલ્ફોંનાં
પડછયાં, તારા નખરાં નિહાળી,
નટખટ વીજળી કરશે ચમકારાં,
છતાં મનમોહક છે, વાદળો,
વીજળી, વર્ષા અને તું, બહુજ સુંદર લાગે છે,
અવની,
ગગન પ્રકૃતિ અને તું.
રૃષિ કાગળવાળા (વાંદરા, મુંબઈ)

No comments:

Post a Comment