Pages

Tuesday 16 October 2012

સ્વપ્નનાં ફૂલ...



જોયા નયને સ્વપ્નનાં ફૂલ તમારા,
કદીયે ના ભૂલાયે એવા મૃદુ નયન તમારા.
ચિંતા કશી શોક કશો.
જાણી કોઈ વાત કે નાત.
જોયા નયને...
દેખી શકું જો તમને તો ધન્ય નયન મારા...
પામી શકું જો તમને તો ધન્ય જીવન અમારા.
ચિંતા રંગની કે ભેદની,
કહું શબ્દ કે કહું વાત.
જોયા નયને થામી શકો જો તમે
મારા હાથોમાં હાથ,
બની શકો જો તમે મારા
પ્રાણોના નાથ.
સંદેહ કશો કે ભ્રમ,
દેહ રહે કે દાહ.
જોયા નયને...
જાસૂદ
સાગર તટે
ઢળી જતી સંધ્યા, જેને પેલે પાર,
અહીં સાગર તટે, ઉદાસ મને કવિ બેસી રહેતો,
ઘડીકમાં રવિ ઢળી જાતો, ને...
ચાંદની રેલાઈ જાતી સાગર તટે,
ત્યાં કોઈ કવિ કવન કરી બેસતો,...
ખીલી જાતી ઉષા, જેને પેલે પાર,
અહીં સાગર તટે, ઉદાસ મને કવિ બેસી રહેતો,
ઘડીકમાં કવિ ઢળી જાતો, ને
ગમગીની ફેલાઈ જાતી સંસાર વાટે,
અન્ય કોઈ કવિ કફન ધરી બેસતો...
કિરીટ મિસ્ત્રી (મીરા રોડ)

No comments:

Post a Comment