Pages

Saturday 31 December 2011

અમને પાગલને પાગલ કહી વારો નહીં – જગદીશ જોષી

અમને પાગલને પાગલ કહી વારો નહીં,
આમ બીડેલા હોઠે પુકારો નહી.

બારી ખોલો ને કરો બારણા તો બંધ
છલકાઇ નહીં એ તો કેવો ઉમંગ
માટીમાં મ્હેક છે, માટીમાં મ્હેક છે..
તારો (?) નહીં રે…

જળની આ માયા મેં છોડી નહીં
અમને આપ્યા હલેસા પણ હોડી નહીં
હું તો મારો નહી, હું તો મારો નહી..
ને હું તો તારો નહીં રે

અમને પાગલને પાગલ કહી વારો નહીં,
આમ બીડેલા હોઠે પુકારો નહી.

 – જગદીશ જોષી

આંખોમાં આવી રીતે તું દૃશ્યો ન મોકલાવ - રમેશ પારેખ

આંખોમાં આવી રીતે તું દૃશ્યો ન મોકલાવ,
ખાલી થયેલ ગામમાં જાસો ન મોકલાવ.

ફૂલો ય પૂરબહારમાં હિંસક છે આજકાલ,
રહેવા દે, રોજ તું મને ગજરો ન મોકલાવ.

તું આવ કે પાડી રહ્યો છું સાદ હું તને,
પહાડોની જેમ ખોખરો પડઘો ન મોકલાવ.

ખાબોચિયું જ આમ તો પર્યાપ્ત હોય છે,
હોડી ડુબાડવાને તું દરિયો ન મોકલાવ.

થોડોક ભૂતકાળ મેં આપ્યો હશે કબૂલ,
તું એને ધાર કાઢીને પાછો ન મોકલાવ.

- રમેશ પારેખ

અશ્રુ ચાલ્યા જાય છે ... - શયદા

હોય ગમ લાખો ભલે, એ ગમનો મુજને ગમ નથી
આપ શ્વાસે શ્વાસમાં છો એ ખુશી કંઇ કમ નથી

એક છે એની જુદાઇ એક એની યાદ છે
બેઉ બેનો છે બલા, તડપાવવામાં કમ નથી

એની ત્યાં દ્રષ્ટિ ફરી ને અહીંયા મુજ ભાવી ફર્યું
દમ વિનાની વાત છે, આ વાતમાં કંઇ દમ નથી


તું કહે છે અશ્રુ ચાલ્યા જાય છે
હું કહું છું જિંદગી ધોવાય છે

યાદ તારી ઉરમાં માતી નથી
એટલે તો આંખથી છલકાય છે

આપના દર્શનની ખૂબી શું કહું,
દિલના દસ કોઠામાં દીવા થાય છે

હાથ મારો છોડી એ જાતા નથી
બેઉ દુનિયા હાથમાંથી જાય છે

અર્થની ચર્ચા મહીં શયદા બધો
જિંદગીનો અર્થ માર્યો જાય છે

  - શયદા

Thursday 15 December 2011

હૃદય પર ભાર લાગે છે

નર્યું પાણી જ મારા દર્દનો ઉપચાર લાગે છે,

રડી લઉં છું, મને જ્યારે હૃદય પર ભાર લાગે છે
.
દિવસ તો જિંદગીના આંખ મીચીને કપાયા પણ,

ઉઘાડી આંખથી રાતો કપાતાં વાર લાગે છે.

મને બેસી જવા કહે છે, ઊઠે છે દર્દ જ્યાં દિલમાં,

હૃદયમાં દર્દ-રૂપે દર્દનો દેનાર લાગે છે.

હૃદયની આશને ઓ તોડનારા ! આટલું સાંભળ,

કમળ આ માનસરમાં ફક્ત એક જ વાર લાગે છે.

રુદનની ભીખ માગે છે પ્રસંગો જિંદગાનીના,

કરું છું દાન તેને જે મને હકદાર લાગે છે
.
સનાતન રૂપ મારી કલ્પનામાં પણ નહીં આવ્યું,

જીવન કવિતા ! મને તું બુદ્ધિનો વ્યાપાર લાગે છે.

‘ગની’ વીતેલ જીવનનાં સ્મરણ તાજાં થયાં આજે,

ફરી ખખડાવતું કોઈ હૃદયનાં દ્વાર લાગે છે.

- ‘ગની’ દહીંવાલા

‘જલન’,

તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી,
સારું થયું કે કોઈ મનુજે લખી નથી.

કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય,
નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી.

શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?
કુરઆનમાં તો ક્યાંય પયમ્બરની સહી નથી.

ડૂબાડી દઈ શકું છું ગળાબૂડ સ્મિતને,
મારી કને તો અશ્રુઓની કંઈ કમી નથી.

મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે ‘જલન’,
જીવનની ઠેસની હજુ કળ વળી નથી.

- જલન માતરી

જિંદગી તો તારા પર નિર્ભર છે... '' પ્રીત ''

તારા ગુલાબી ગાલ પર તલ પ્રભુનો અક્ષર છે..

.. મારા દરેક સવાલનો એમાં છુપાયેલ ઉત્તર છે..

નીકળે તું મહોલ્લામાં રૂમઝુમતી જ્યારે જ્યારે..

.. દરેક યુવા હૈયાનો ઉજવણીનો એ અવસર છે..

તું નશીલી નજર કરી સહેજ હસીને જતી રહે..

.. ને એક વાર જોયા બાદ તને વિસરવું દુષ્કર છે..

મારા બેમિસાલ પ્રેમના બદલામાં મળ્યા આંસુ..

.. સનમ હિસાબ તારો શું આવી રીતે સરભર છે?..

તારે તો કંઈ નહિં, મારી સાથે શી લેવાદેવા..

.. પણ નિકુંજ ની જિંદગી તો તારા પર નિર્ભર છે... '' પ્રીત ''

Friday 2 December 2011

યાદ આવે છે

સપના મા કરી હતી તે વાતો યાદ આવે છે
ખુદા ને કરેલી મારી ફરિયાદો યાદ આવે છે

ફફ્ત તારા સંગ જીવન મેહેક્તુ હતુ મારુ
સાથે તારા વીતાવેલા પળો યાદ આવે છે

સૂરજ ના કિરણ અજવાસ લાવે જીવન મા
ચાંદની તળે કરેલી એ વાતો યાદ આવે છે

કોને કહુ હવે મારા જીવન ની વેદના હવે
જાણ્યે-અજાણ્યે કરેલા મારા ગુનાહો યાદ આવે છે

ઓળખી ન સક્યો તારા પ્રેમ ને
અશ્રુ ભીની મને એ તારી આંખો યાદ આવે છે

- ધવલ

એમ ના બોલો તમે ગમતા નથી

એમ ના બોલો તમે ગમતા નથી,
માત્ર તમને ચાહું એ ક્ષમતા નથી.

જિંદગીમાં આટલું હાર્યા પછી,
જીતવા માટે કદી રમતા નથી.

ભીડમાં એકાંત વહાલું લાગતું,
બસ હવે તો કોઈની મમતા નથી.

એક ઝંઝાવાતમાં તૂટી ગયા,
લાગણીના ઘર હવે બનતા નથી.

આંસુમાં પણ એટલી તાકાત છે,
હા, ભલે એને નદી ગણતા નથી.

જ્યારથી માણસને ઓળખતા થયા,
પથ્થરોના દેવને નમતા નથી.

- દિવ્યા મોદી

સંબંધ છે

થોડોય પરિચય નથી છતાં સંબંધ છે,
લાગે છે હ્રુદયની આ લાગણીઓ અંધ છે.

કોઈ ખીલેલું ફૂલ ખરે ભર વસંતમાં,
વીતેલ સૌ પ્રસંગ નીખરવા પ્રબંધ છે.

છવાઈ ગઈ છે પાનખર ચમનમાં તે છતાં,
અહીં પાન પાનમાં વસંતની સુગંધ છે.

ભવરણમાં એતલે જ ભટકતો રહ્યો સદા,
જોયું’તું મેં પ્રભુને ઘેર દ્વાર બંધ છે.

જેના હતા અમે એ અમારા ન થઈ શક્યા,
મિસ્કીન જિંદગીમાં રઝળતા સંબંધ છે.

= હિરેન જોશી