Pages

Wednesday 17 April 2013

પ્રથમ મુલાકાત

નજરથી મળે છે જ્યારે નજર
ત્યારે નજર શરમથી ઝુકી જાય છે
પ્રથમની મુલાકાત પછી તો
કાયમનુ સંભારણુ બની જાય છે
એમની ઘાતક નજરનો
એવો તો શું જાદું ફેલાય છે કે
કહેવાય પણ નહિ ને સહેવાય પણ નહિ
એવું મીઠું દર્દ આપી જાય છે
ઘાયલ થયા છીએ અમે એવાં કે
સોનેરી સૂરજમાં, પુનમનાં ચંદ્રમાં,
ચમનનાં  ફુલોમાંને સાગરની લહેરોમાં
સર્વસ્વ અમને દેખાય છે
દિલમાં અનેક તરંગો ઉછળે છે જાણે
શ્વાસ સાથે સમય પણ થંભી જાય છે
ઝંખે છે દિલ ફરી-ફરીને મળવાને કે હવે
મહેફિલમાં પણ એકલતા અનુભવાય છે
આવે જ્યારે વસંતને કોયલ કરે કુંજન
ત્યાં પ્રણયની મોસમ શર થાય છે
દિલરપી કાગળમાં લઈને પ્રેમની કલમ
પછી તો કવિતારપે લાગણીઓ વ્યક્ત થાય છે.''
કપા વી. વોરા(પાલીતાણા)

પ્રેમ ન કર

''મુજને ભરપુર પ્રેમ આપ્યા કર
કદાચ મારાથી તું હંમેશના માટે દૂર થઈ જઈશ તો
મુજ સાથે લાગણીસભર ક્ષણો વિતાવ્યા કર
કદાચ મારાથી હંમેશના માટે વિખૂટી પડી જઈ તો
હું નારાજ હોવ તો તુ મનાવી લે છે, મને આમ મનાવ્યા કર,
કદાચ હું નારાજ હોવ ને તુ સાથે હોય તો
એકમેકને પામવાની તુ ઇચ્છા કર્યા કર
કદાચ કાલે તુ 'આબાદ'ના નસીબમાં હોઈશ તો
અસ્લમ મેમાન 'આબાદ'(મોટામિયા માંગરોલ)

તમારું નામ

અજુગતુ મને પેલા લાગ્યું
હવે ફાવી ગયું તમારું નામ
મેં નહિ તમે કીધું સામેથી
ગમ્યું પછી મને તમારું નામ
ઘુમો ત્યાં શરાબની મસ્તીમાં
લેશે પૂછી કોઈ તમારું નામ
શોધ્યંુ પાણીમાં તો જડયું મને
હતું મગજળે તમારું નામ
નામ તો ઘણા છે '' ઉપરથી
પાડયું કોને તમારું નામ
ચાંદની તો તખલ્લુસ છે માત્ર
સાચું હું જાણું શું તમારું નામ
અક્ષર બે તોય હળાહળ
ગમ્યું છતાં મને તમારું નામ
કહાણી કે'તા મહોબ્બતની
થશે બદનામ તમારું નામ
મળ્યું ચાંદને નામ ચાંદનીનું
પુરાણું જોઈ તમારું નામ
વાંચીને બધા ગઝલ ગિરિ
મને પુછશે તમારું નામ
ચિંતન પટેલ 'ગિરિ'(દાણાવાડા સુરેન્દ્રનગર)