Pages

Wednesday, 17 April 2013

તમારું નામ

અજુગતુ મને પેલા લાગ્યું
હવે ફાવી ગયું તમારું નામ
મેં નહિ તમે કીધું સામેથી
ગમ્યું પછી મને તમારું નામ
ઘુમો ત્યાં શરાબની મસ્તીમાં
લેશે પૂછી કોઈ તમારું નામ
શોધ્યંુ પાણીમાં તો જડયું મને
હતું મગજળે તમારું નામ
નામ તો ઘણા છે '' ઉપરથી
પાડયું કોને તમારું નામ
ચાંદની તો તખલ્લુસ છે માત્ર
સાચું હું જાણું શું તમારું નામ
અક્ષર બે તોય હળાહળ
ગમ્યું છતાં મને તમારું નામ
કહાણી કે'તા મહોબ્બતની
થશે બદનામ તમારું નામ
મળ્યું ચાંદને નામ ચાંદનીનું
પુરાણું જોઈ તમારું નામ
વાંચીને બધા ગઝલ ગિરિ
મને પુછશે તમારું નામ
ચિંતન પટેલ 'ગિરિ'(દાણાવાડા સુરેન્દ્રનગર)

No comments:

Post a Comment