Pages

Monday 8 April 2013

તમે ક્યાં ખોવાઈ ગયા?


ફરી ફરી મળતા રહેવાનો વાયદો કરનારા
કહો તમે ક્યાં ખોવાઈ ગયા?
ભરી ભરી પાના પ્રેમપત્રો લખનારા
કહો તમે  ક્યા ંજતા રહ્યાં?
પ્યારી પ્યારી, વાતો કરનારા
કહો  તમે કેમ ચુપચાપ થઈ ગયા?
સારી સારી સંભાળ મારી રાખનારા
કહો તમે  ક્યાં સંતાઈ ગયા?
કરી કરી યાદ તમને હું તડપું
કહો તમે કેમ દૂર થઈ ગયા?
સોરી સોરી સો વાર કહુ તમને
કહો તમે કેમ રિસાઈ ગયા?
ખુશી ખુશી સૌને હસાવતા રહેનારા,
કહો તમે કેમ સૌને રડાવતા ક્યાં ચાલી ગયા?
શોધી શોધી તમને હવે તો હું થાક્યો,
કહો  તમે ક્યાં છુપાઈ ગયા?
ફરી ફરી મળતા રહેવાનો વાયદો કરનારા,
કહો તમે ક્યાં ખોવાઈ ગયા?
-
હસમુખ એચ. શાહ 'રાહી' (ગોરેગામ-મુંબઈ)

No comments:

Post a Comment