Pages

Monday 8 April 2013

યાદનો આસ્વાદ ...


ઉપમાની ઉડાનને કલ્પનાની કરામત,
સદાય મનને ઢંઢોળતી રહે દિવસ ને રાત,
તવ સંસર્ગની એક એક ક્ષણને સાચવી છે,
શબ્દના સંગાથે શોેભી ઊઠે, કાવ્યની ભાત,
ક્ષણ, સમયને મોસમના નીત-નવા રંગમાં,
નિર્દોષ તવ સ્વભાવની હતી જૂદી જાત.
યાદની ચાંદનીમાં વીતી
રહી યુગ સમી રાત,
ઝંખના એક જીવનમાં,
તવ દિદારે ઊગે પ્રભાત.
મિલનને   વિયોગ સરખા
હોય શાશ્વત સ્નેહના,
યાદના આસ્વાદમાં મેં જાણી લીધી વાત.
-
જગમાલ રામ 'સુવાસ' (મુ.ખોરાસા-ગીર)


No comments:

Post a Comment