Pages

Tuesday 4 June 2013

'અધૂરા અરમાન'

કહી સાગરને હૈયે, તોફાન જાગે,
હૈયે અહીં અધૂરાં, અરમાન જાગે,
કહી...
લહેરો એની આજ કિનારે આવે,
મળે ધરાને કરે અરમાન પૂરાં,
ઉર્મિ હૈયાની, ક્યાંથી બહાર આવે?
રહી જાય મારા અરમાન અધૂરાં.
રાહ અંતરની, વર્ષોથી વેરાન લાગે,
કહી સાગરને...
મહેફિલે પરવાનાને શમા મળે,
મિલનનું આંસુ ધરાને મળે,
હૈયે અહીં અરમાન કંઈ બળે,
આંસુ હૈયાનું આગથી બળે,
આગ હૈયાની, આજ રીતે બેફામ લાગે...
કહી સાગરને...
કિરીટ મિસ્ત્રી (મીરા રોડ)

No comments:

Post a Comment