Pages

Tuesday 4 June 2013

સહિયરના સથવારે

દિલના સાગરના કિનારા નથી હોતા.
પ્રેમના નામે કોઈ મિનારા નથી હોતા.
પક્ષીનું ઘર તો વૃક્ષ ગણાય છે. સખી.
દરેક વૃક્ષ પર માળા નથી હોતા.
કલ્પનાથી કવિતા રચે કવિ જગમાં.
દરેકને સહિયરના સથવારા નથી હોતા.
દિલ દેનારા ચેતવી જાજો જગથી
દિલ લેનારા સામે સગા નથી હોતા.
સમજીને પ્રેમ કરજો 'રાઘે' કેમ છે.
જ્યાં દિલ બળે છે ત્યાં ઘૂમાડા નથી હોતા.'
રમેશ વાઢેળ (જામનગર)

No comments:

Post a Comment