Pages

Tuesday 4 June 2013

આગંતુક

આંખના પલકારા નીચે જરાક
આંખ ભીની થઈ અને
અતિતના પાના સંકેલતાં
ગુલાબની શુષ્ક પાંખડીઓ વેચાતાં
તમે યાદ આવ્યા
મંદ મંદ વાતા પવને
મુખ પર લહેરાઈને કંઈક
કહી જતી વાળની લટોને
ઓળતાં તમે યાદ આવ્યા
સૂરજની ઢળતી સંધ્યા જોઈ
આંખમાં શરમની એક લાગણી જોઈ
હૈયાના વણથંભ્યા ધબકારે
મધુર રજની સમી રાત લઈ
હા, તમે યાદ આવ્યા
યાદોના બંધ કમાડે
વાસ્તવિક્તામાં કોઈકનો પગરવ સંભળાયો
અને ક્ષણ પહેલાં જે યાદોમાં હતા
તે આગંતુક બની
મારા જીવનમાં આવ્યા.
કલ્પના સુથાર (વિસનગર)

No comments:

Post a Comment