Pages

Tuesday, 18 June 2013

તું લખાઈ ગઈ છો મારા ભાલમાં!

છે હવે પડઘા તારા દીવાલમાં,
તારી સાથે જોડાયો સાલમાં.
આજ ખાલીપો લઈ જીવી જઈશ,
તારો સથવારો તો મળશે કાલમાં!
તારા વગર રસ્તા બધા ભૂલી ગયો,
થઈ ગતિ મંથર હવે ચાલમાં!
સૂનકારની દુનિયામાં દાખલ થઈ ગયો,
સૂર થઈ ગયા બેસૂરા તાલમાં.
હું પળેપળને ગણું છું પાટી પર,
ક્યાં સુધી મૂકીશ મને હાલમાં?
સદનસીબી આપી છે એવી કુદરતે,
તું લખાઈ ગઈ છો મારા ભાલમાં!
'
અંકુશ' રાતીચોળ છે, છે સનમની ચંૂદડી,
એવી ક્યાં લાલાશ છે ગુલાલમાં?
અકબર બ્લોચ 'અંકુશ' (આરંભડા-મીઠાપુર)

No comments:

Post a Comment