Pages

Tuesday 4 June 2013

ઊગી નીકળે

મેં લાકડાંનું ઘર બનાવ્યું ને પછી પાંદડાં ફૂટયાં
ઘર બનતા , કેવી લાગણીઓ ઊગી નીકળે!
કાળાં વાદળોને આમતેમ, ફરતાં મેં જોયાં
ધરતી ને જોતાં નવું ચોમાસું ઊગી નીકળે.
ફડફડાટ તરતી માછલીઓ દરિયો પી જાય
ખોદેલા દરિયામાંથી છેલ્લે તરસ ઊગી નીકળે!
એમ તો આંગળીઓને મારી કદર નથી
પણ, તને અડકતાં જાણે સ્પર્શ ઊગી નીકળે!
હું શબ્દોને ગૂંચવીને રચના લખ્યા કરું
પણ 'પંક્તિ' એની નજરથી કાવ્ય ઊગી નીકળે.
ડો. પંક્તિ આલોક પાંચાલ (અમેરિકા)

No comments:

Post a Comment