Pages

Tuesday, 18 June 2013

મનોવેદના

આજ મંગળ-અમંગળ લાગ્યું
નહોતું તમારું આગમન,
કેમ નથી આવ્યા?
ચિંતન કરતો રહ્યો મનોમન
તમારી અનુપસ્થિતિમાં
તરુઓ પણ રીસાઈ ગયા
પથ પરના તમારા
ચરણરજ પણ ભૂંસાઈ ગયા
શોધતો રહ્યો હું
તમારો માસુમિયત ભર્યો ચહેરો
હટાવી દીધો મુએ
નયનો પરનો પહેરો
એકલવાટે ઊભો રહ્યો
ક્યારે આવશો તમે?
મનોવેદના વધતી ગઈ
કોને કહીએ અમે?
સેનમા ધીરૃ. એચ. 'ઉદાસ' (વિસનગર)

No comments:

Post a Comment