Pages

Tuesday, 18 June 2013

સ્મર્યા કરે!

સદાય તને પ્રિય! સ્મર્યા કરે હૃદય,
ને કળી રૃપે મુરઝાઈને ખર્યા કરે હૃદય.
તમે મને યાદ કરો કે ના કરો ખેર, પણ
તમારી યાદોને સતત સંઘર્યા કરે હૃદય.
મુજ પ્રેમ તુજ કને સદાય વરસતો રહે પણ
તમારો પ્યાર વિલાઈ જશે એમ કર્યા કરે હૃદય
જે કાયમ ખુલી રહે છે પ્રતિક્ષાની ટેવથી -
આંખોથી ઊંઘમાં આસુ બની ઝર્યા કરે હૃદય.
ચાંદ-સૂરજનું ગ્રહણ થાતું રહે છે એટલે
તારલાની જેમ આકાશે વિહર્યા કરે હૃદય
તમારી યાદોનું એકાન્ત ઘેરાઈ રહ્યું સઘળે
વિરહનાં દર્દમાં મિલનને સ્મર્યા કરે હૃદય,
શ્યામલ એકાન્ત પીગળે છે ધૂપ થઈને
'
શશી' આવે તો નિરાંતે કર્યા કરે હૃદય!
રેખા શશીકાન્ત ગઢીયા (રાજકોટ)

No comments:

Post a Comment