Pages

Tuesday, 17 July 2012

થાવું છે

છેક સૂની બંસરીનો સૂર થાવું છે,
રાહ જોતી આંખડીનું નૂર થાવું છે.
રોકવા ચાહું તમારી છેડતી, પ્રિયે!
એટલે સેંથી તણું સંિદૂર થાવું છે.
કેફ તો ચડતો નથી એકેય આસવનો,
પી તમારા હોઠને ચકચૂર થાવું છે.
એટલી દોલત નથી કે તાજ બંધાવું
એટલે મજનૂ બની મશહૂર થાવું છે.
પાથરું ફૂલો તમારી રાહમાં નિશદિન
સ્વર્ગ દેખાડી કદી ના દૂર થાવું છે.
લાગણીના આજ બારે મેઘ વરસાવી
પ્રેમની સૂકી નદીમાં પૂર થાવું છે.
જગદીશ સાઘુ ‘પ્રજ્ઞેય’ (સૂરત)

No comments:

Post a Comment