Pages

Saturday 21 July 2012

મેં તો વાવ્યાં હતા પ્રીત ના અંકુર

મેં તો વાવ્યાં હતા પ્રીત ના અંકુર પણ કાંટા નીકળ્યા ...
વહેતી જ્યાં સ્નેહ ની નદી પણ દુખ ના ફાંટા નીકળ્યા ...

સેર કરાવતા મને રોજ પ્રેમ ની જન્નત ની દુનિયા માં ...
પણ એતો રોજ નવા ફૂલો ના રસિક ભ્રમર નીકળ્યા ...

બનાવ્યા જેને મેં પ્રેમ થી હૈયા ના સિંહાસને સરતાજ ..
એના કરેલા કાળા કામ થી અહી નત મસ્તક નીકળ્યા ...

વિહરતી રોજ હું એમના મીઠા શમણા ના સ્વર્ગ માં ...
તૂટ્યા આજે એ શમણા મારા સઘળા ભ્રમ નીકળ્યા ...

લઈ હાથ માં હાથ દીધા કોલ જેણે સાત જનમ ના ...
સાત દિન માં જ લઈ કાંધે પ્રીત નો જનાજો નીકળ્યા ...

પારસમણી છું કહી બનાવી દીધી સોનું મને"સિમી"
પરખ્યા મેં તો એ જ પોતે કટાયેલું કથીર નીકળ્યા ....

સ્મિતા પાર્કર (૨૧.૭.૨૦૧૨)

No comments:

Post a Comment