Pages

Wednesday 4 July 2012

હસ્ત રેખામાં

હસ્ત રેખામાં જરા આનંદ તો દેખાય છે,
શોક તો પણ જિન્દગીને રોજનો અથડાય છે.

છે તરસ આખા સમંદરને હું પી જઉં એટલી,
... તે છતાં તારા વગર મારાથી ક્યાં પીવાય છે?.

શબ્દને ગાળ્યા પછી પીધી ગઝલ બેફામ મેં,
એજ કારણથી ગઝલના શેર સૌ સમજાય છે.

સાવ કોરી છે ગઝલ કાગળ ઉપર તોયે ભલા,
શેર તારા મુખ ઉપર રોજે નવા વંચાય છે.

કોઇ પણ કારણ વગર મળતા રહ્યા છે આપણે ,
તોય હૈયાની બધી વાતોય ક્યાં ખોલાય છે.

મોસમી વરસાદ છે ને સાથમાં હો જ્યાં કલમ,
બેખબર હાલાતમાં પણ આ ગઝલ ભીંજાય છે,

આ રમત તેત્રીસ જેવી છે જીવનની હરઘડી,
એક બે લઉ દાવ, ત્યાં દિલના જ કટકા થાય છે.

જૈમિન ઠક્કર "પથિક"

No comments:

Post a Comment